બોલીવુડમાં અત્યારે લાર્જર ધેન લાઈફ કેરેકટરની કમી કેમ…?

Amitabh-Bachchan
Amitabh-Bachchan

વિજય, ગબ્બર કે મોગેમ્બો જેવા પાત્રો પડદા પર હવે ચિરંજીવ થતા નથી

બોલીવુડમાં લાર્જર ધેન લાઈફ કેરેકટરની કમી છે. મોગેમ્બો, ગબ્બર કે વિજય હવે કેમ પડદા પર ચિરંજીવ બનતા હતા. હવે કેલ્કયુલેશન બદલાઈ ગયું છે ? કેમ કોઈ એવા ગીત બનતા નથી જે પેઢીઓ સુધી કર્ણપ્રિય બને.

અસલમાં હવે એક જ અઠવાડિયામાં ૧૦૦-૨૦૦ કરોડની કલબમાં ફિલ્મ ગઈ કે નહીં તેના પર સફળતાની પારાશીશી નકકી થાય છે ?

આ સિવાય અત્યારે ખાન ત્રિપુટી સલમાન, આમીર, શાહરુખ સિવાય કોઈની ફિલ્મો ચાલતી નથી. હા, અક્ષયકુમાર અપવાદ ગણી શકાય. આ ઉપરાંત હૃતિક રોશનની ‘કાબિલ’ને સારો રીસ્પોન્સ મળ્યો. અક્ષયને સતત સફળતા હાથ લાગે છે પરંતુ તેના કેરેકટર લાર્જર ધેન લાઈફ તો ન જ કહી શકાય કેમ કે ‘રુસ્તમ’ માટે તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ખરો પરંતુ શું આ ફિલ્મ કે પાત્ર પેઢીઓ સુધી યાદ રહેશે ?  આજે ‘દીવાર’નો અમિતાભ, ‘શોલે’નો ગબ્બર અને ‘મીસ્ટર ઈન્ડિયા’નો મોગેમ્બો અમર થઈ ગયા પરંતુ તેના પછી શું ? એક પછી એક સિકવલ આવતી જાય છે પરંતુ તેનાથી કઈ સફળતા સિદ્ધ થતી નથી.

આ સિવાય, હવે દર શુક્રવારે સુપરસ્ટાર બદલાય છે. સચિન પછી વિરાટ આવ્યો પણ અમિતાભ પછી મિલેનિયમ સ્ટાર કે મેગા સ્ટાર કોણ ? કેમ કે આ સવાલ ઉઠયા વિના રહેતો નથી. એમાં પણ હવે તો અમિતાભને ફાધર ઓફ બોલીવુડનું નવું બિરુદ મળ્યું છે. કહે છે કે અત્યારે બોલીવુડમાં પ્રોડકશન ફાસ્ટ બની ગયું છે. કવોલિટીની બદલે કવોન્ટીટી પર ધ્યાન દેવાઈ રહ્યું છે. બાકી કલાકાર-કસબીઓ તો આજે પણ ખુબ જ કાબેલ છે. હવે તો ભારતીય સિનેમા જગતમાં નવા-નવા પ્રયોગો પણ થઈ રહ્યા છે. કોઈએક જ ઘરેડમાં ફિલમો બનાવતું નથી. દરેકને ટ્રેન્ડ સેટર બનવું છે.

Loading...