Abtak Media Google News

દેશમાં ૨ કરોડ મજુરો સંગઠિત ક્ષેત્રે કરી રહ્યા છે કામ નાણાનાં અભાવે દેશની અર્થવ્યવસ્થાને પહોંચી રહી છે અસર

શ્રમિકોને નાણા મળતા એફએમસીજી, ક્ધઝયુમર ડયુરેબલમાં આવતી વસ્તુઓની ખરીદીથી બજારમાં તરલતા મળશે જોવા

દેશની આર્થિક સ્થિતિ કોરોના પહેલા પણ નબળી જોવા મળતી હતી ત્યારે સરકાર દ્વારા પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથનાં લક્ષ્યાંકને સર કરવા માટે અનેકવિધ વિકાસલક્ષી પગલાઓ લેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ જયાં સુધી દેશમાં તરલતાનો અભાવ જોવા મળશે તે સમય સુધી અર્થવ્યવસ્થામાં સહેજ પણ સુધારો થઈ શકશે નહીં. બજારમાં તરલતા લાવવા માટે સૌપ્રથમ ગરીબ લોકોનાં હાથમાં રોકડ પહોંચાડવી અત્યંત જરૂરી છે ત્યારે જો ગરીબોનાં હાથમાં રોકડ આપવામાં આવે તો એફએમસીજી એટલે કે ફાસ્ટ મુવીંગ ક્ધઝયુમર ગુડઝ, ક્ધઝયુમર ડયુરેબલમાં આવતી વસ્તુઓની ખરીદીથી બજારમાં પૂર્ણત: તરલતા જોવા મળશે. બીજી તરફ ગરીબ લોકોની જે મુંઝવણ છે તેમાં પણ અનેકઅંશે સુધારો જોવા મળે તેવું પણ માનવામાં આવે છે.

વિકાસ દર માટે કામદારોનું જીવનધોરણ તથા તેમના ભોજનની વ્યવસ્થા સારી રીતે કરવાથી આરોગ્યની પણ જાળવણી થાય છે સાથો સાથ દેશનાં વિકાસમાં પણ તે અહમ ફાળો ભજવે છે. નાણામંત્રી નિર્મલા સીતારામને તેમના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ વ્યવસાયમાં કેટલીક ખામીઓ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક રોજગારીનાં અભાવે રોકડની ખાસ સહાય ખુબ જ જરૂરી બની ગઈ છે. વિકસિત જગતમાં આ પરિસ્થિતિ મુશ્કેલીજનક બની છે અને વિકસિત રાજયોમાં નાણાની ખેંચનાં કારણે ઘણાખરા પ્રશ્ર્નો અને તકલીફોનો પણ સામનો દેશે કરવો પડે છે. પ્રાયોગિક ધોરણે ભારતમાં હિજરતીઓ પ્રતિક્ષા કરી શકે છે પરંતુ કોઈ તેમને મદદરૂપ થતું નથી. ભારતનાં ૨ કરોડ લોકો સંગઠીત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. જયારે ૩.૯૦ લાખ લોકો અસંગઠીત ક્ષેત્રે કામ કરે છે જેથી આ તમામ વર્ગને આર્થિક સહાય કરવામાં આવે તો તેની સીધી જ અસર દેશનાં અર્થતંત્ર ઉપર હકારાત્મક પડશે.

દેશની અર્થવ્યવસ્થા અનેકવિધ રીતે નબળી પડી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે દેશનાં મજુરોને જો સમયસર પગાર અને રાશન-પાણીની સગવડ સમયસર કરવામાં આવે અને તેઓને માર્ગદર્શન મળી રહે તો અર્થતંત્રને કયારેય તકલીફનો સામનો કરવો પડશે નહીં. જયારે બીજી તરફ વિપરીત રીતે જોવામાં આવે તો દેશની અર્થવ્યવસ્થાને આજ કામદારો અથવા તો મજુરો અસરકર્તા પણ સાબિત થાય છે. હાલ જે મજુરોની સ્થિતિ કફોડી જોવા મળી રહી છે ત્યારે તંત્ર જરૂરીયાત મુજબની રોકડનું વિતરણ કરે તો મુશ્કેલીનું નિવારણ અવશ્ય થઈ શકે છે. હાલની પરિસ્થિતિમાં તમામ પડકારો માટેનું નિવારણ સુદ્રઢ બનાવવા માટે જો છેવાડાનાં મજુર અને શ્રમજીવીઓનાં હાથ સુધી રોકડ રકમ પહોંચી જાય તો કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવિત થશે નહીં જેને લઈ સરકારે આ દિશામાં વિચાર કરવો અત્યંત જરૂરી છે.

સામાન્ય લોકોના હાથ ‘છુટા’ રહેતા રાષ્ટ્ર વિકાસનાં દ્વાર ખુલશે

દેશમાં અનેકવિધ વર્ગનાં લોકો વસવાટ કરે છે ત્યારે સામાન્ય લોકો ઘણાખરા અંશે કે જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય તે લોકોના હાથ છુટા રહેવાથી રાષ્ટ્ર વિકાસનાં દ્વાર ખુલશે. સામાન્ય લોકોના હાથમાં નાણા આવતાની સાથે જ તેઓ જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ, ક્ધઝયુમર ડયુરેબલ, ગુડઝની ખરીદી કરશે જેથી તે જ રૂપિયો ફરી બજારમાં જોવા મળશે. શ્રમિક લોકો અથવા તો મજુર વર્ગ કોઈ દિવસ બચત કરી શકતા ન હોવાથી તેમને મળતા નાણા સીધી જ રીતે ફરી બજારમાં આવતા સરકયુલેશન યથાવત ચાલુ રહે છે અને તરલતામાં પણ વધારો જોવા મળે છે. સમાજ વ્યવસ્થામાં એકમાત્ર ગરીબ વર્ગ જ એવો છે કે જેને નાણા મળતાની સાથે જ તે જરૂરીયાત મુજબની ચીજવસ્તુ લેવા માટે તલપાપડ થતો હોય. અનાજ, કરિયાણુ, ફ્રિઝ, ટીવી, વાહનોની ખરીદી કરતા જ આ તમામ ક્ષેત્રની સ્થિતિમાં પણ અનેકગણો સુધારો જોવા મળશે. બીજી તરફ સરકાર પણ દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે આ ક્ષેત્રે વિચાર કરી રહી

હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૨૦ લાખ કરોડનાં પેકેજમાં એક પણ રાહત સહાય સામાન્ય લોકોને આપી ન હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આજ વર્ગનાં લોકોને પુરતા નાણા આપવામાં આવે તો રાષ્ટ્ર વિકાસનાં દ્વાર ખુલશે તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી.

૯ માસમાં જ અર્થતંત્ર ધમધમતું થઈ જશે: ઉધોગપતિઓનો આશાવાદ

ભારતનું અર્થતંત્ર મંદીનાં દોરમાંથી અને અનેકવિધ પડકારો વચ્ચેથી આગામી ૬ થી ૯ મહિનામાં જ બેઠુ થઈ જશે અને મંદીમાંથી ઉભરી આવશે તેવો આશાવાદ ઉધોગપતિઓ દ્વારા કરવામાં આવ્યો છે. તમામ ઉધોગપતિઓનું માનવું છે કે, દેશની પ્રજા માટે સરકાર દ્વારા મુકતપણે પુરુષાર્થ પણ કરવામાં આવી રહ્યો છે. વર્તમાન કોરોના અને આર્થિક મંદીની આ વિકટ પરિસ્થિતિમાંથી પણ સરકાર સકારાત્મક અને ચાંદીની લકીર જેવી આશા જન્માવતા પરીબળોને દેશની આર્થિક સ્થિતિ આવનારા સમયમાં જ સુધરશે તેવો આશાવાદ વ્યકત કર્યો છે. ટેલિકોમ ક્ષેત્ર, ટેકનોલોજી ક્ષેત્ર, સમાજ જીવન અને અર્થતંત્ર માટે આવનારો સમય અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવતા સરકાર સાચી દિશામાં પગલા લેશે અને જો યથાયોગ્ય કાર્ય ચલાવવામાં આવશે તો અર્થતંત્ર ફરી બેઠુ થશે.

દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા કામદારો તથા મજુરોને પ્રોત્સાહન આપવું અત્યંત જરૂરી

દેશમાં અનેકવિધ સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લેબર જોવા મળે છે ત્યારે ઉધોગોને બેઠા કરવા માટે આ બંને પ્રકારનાં મજુરો અને કામદારોને પ્રોત્સાહન આપવું અત્યંત જરૂરી છે. કોરોનાનાં પગલે મજુર વર્ગ તેમનાં વતન પરત ફર્યા છે. ઉધોગોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે પરંતુ દેશનાં અર્થવિકાસમાં ઉધોગોને ધમધમતા રાખવું ખુબ જ જરૂરી છે. આ કાર્ય ત્યારે જ શકય બની શકશે જયારે કોઈપણ ઉધોગમાં કામ કરતા મજુરો તથા કામદારોને પ્રોત્સાહન આપવામાં આવે. આજ સરકાર લેબર લોમાં પણ ઘણાખરા ફેરફારો કરી રહી હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ હાલની પરિસ્થિતિમાં કામદારો તથા મજુરોને જો યોગ્ય વળતર અને નાણાકિય સહાય આપવામાં આવે તો તેઓનું મન કામ કરવામાં પણ લાગી શકશે અને દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે અત્યંત મદદરૂપ સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.