Abtak Media Google News

દેશમાં મોટાભાગના આર્થિક વ્યવહારો રોકડમાં જ કરવાની પરંપરા: રોકડ જ સૌથી સુરક્ષિત માધ્યમ હોવાનો લોકોને વિશ્ર્વાસ

કોઈપણ પરિસ્થિતિમાં રોકડ હાથમાં રાખવી તે ભારતીય સંસ્કૃતિની પરંપરા રહી છે. મોટાભાગના લોકો કોઈ જગ્યાએ મુડીરોકાણ કરવાની જગ્યાએ ઘરમાં રોકડ રાખવી શ્રેષ્ઠ સમજે છે. કર ચોરી સંબંધે રેડની સ્થિતિમાં પણ રોકડ મહત્વનો ભાગ ભજવે છે. દેશમાં મોટાભાગના એટલે કે અંદાજીત ૯૦ ટકા સામાન્ય વ્યવહારો રોકડ ઉપર છે. પરિણામે લાંચ ‚શ્વતનું દુષણ પણ વકયુર્ં છે. વેપારીને દુકાન શરૂ કરવાથી લઈ તમામ પ્રકારની મંજુરી મેળવવા રકમ રોકડ સ્વ‚પે લાંચમાં આપવી પડે છે. રોકડનો વ્યવહાર વધુ હોવાથી દેશના અર્થતંત્ર ઉપર ભારણ રહે છે. લાંચનું દુષણ વધે છે.

અનેક કિસ્સામાં કાળુનાણુ રોકડમાં સચવાયું હોવાનું સામે આવતુ હોય છે. મકાન, દુકાન, ગોડાઉન કે અન્ય સ્થળોના ભાડા મહતમ રોકડના સ્વ‚પે જ ચુકવાય છે. નાની ખરીદી રોકડથી થાય છે. માત્ર મસમોટા ટ્રાન્જેકશન જ ચેક કે ટ્રાન્સફરથી થતા હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો ૯૫ ટકાથી વધુ આર્થિક વ્યવહારો રોકડથી થતા હોવાનું નોંધાયું છે.  ભારતીય સંસ્કૃતિમાં શુભ કે અશુભ પ્રસંગોએ થતા આયોજનમાં પણ રોકડ પ્રથા જ રહેલી છે. દેશમાં મોટાભાગના વ્યવહારો રોકડથી થતા હોવાથી કર ચોરીનું પ્રમાણ વધે છે. સરકારે વ્યવહારો ઘટાડવા માટે જ રૂ.૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. સરકારનો આ નિર્ણય લોકોને ડિજીટલ કરન્સી તરફ અસરકારક પ્રમાણમાં ખેંચી શકયો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.