Abtak Media Google News

ઝડપી ન્યાયિક પ્રક્રિયા અને સજા સામે અપીલ દાખલ કરવાની કાયદાકીય આટીઘૂંટી સહિતના કારણો : ભારતના સવિંધાનમાં સો ગુનેગાર છુટે પણ એક નિર્દોષને સજા નહીના સૈધ્ધાંતિક નિયમ તેમજ માનવ અધિકારના મુદે મૃત્યુ દંડની સજા બની નહીવત

ભારતના બંધારણમાં ‘ભલે સો ગુનેગાર છુટે પણ એક નિર્દોષને સજા ન કરવી’ના સિધ્ધાંતિક નિયમના કારણે જેની સામે મૃત્યુ દંડનું આરોપનામું છે તેને બચવાની તક આપવામાં આવે છે અને આ પ્રક્રિયા ખુબજ લાંબી હોવાથી મૃત્યુ દંડની સજાની અમલવારીમાં ઘણો સમય લાગતો હોય છે ગુનેગાર સાબીત થયા બાદ પણ ગુનેગાર છે પણ તેઓને ફાંસીના બદલે આજીવન કેદની સજા માટે માનવ અધિકાર સહિતના મુદે કાનૂની લડત ચાલતી હોવાઓથી સમાજમાં રહેવા લાયક ન ગણાતા રીઢા ગુનેગારને ફાંસીના મચડે લટકાવવામાં વર્ષોના વર્ષો વિતી જાય છે.

ભારતીય દંડ સહિતામાં કેટલાક ગુનાઓમાં ફાંસીની સજાની જોગવાઇ કરવામાં આવી છે. ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને બંધારણની જોગવાઇ મુજબ બચવાની તમામ તક આપવામાં આવે છે. ગુનેગાર સાબીત કરવામાં કાયદાની આટીઘૂંટી અને છટકબારીના કારણે ન્યાયિક પ્રક્રિયા પુરી કરવામાં વર્ષો વિતી જાય છે.

ગંભીર ગુનાનું તહોમતનામું તૈયાર કરાયા બાદ ફરિયાદ પક્ષ દ્વારા તે ગુનેગાર છે તેવા કોર્ટમાં પુરાવા આપી ગુનેગાર સાબીત કરવાની જોગવાઇ હોવાથી ન્યાયિક પ્રક્રિયામાં લાંબો સમય જાય છે. વિદેશના કેટલાક દેશોમાં ગુનેગારે પોતે આરોપી નથી તેવું સાબીત કરવાનું હોવાથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બને છે.

7537D2F3 16

ન્યાયિક્ર પ્રક્રિયાના અંતે ગુનેગાર સાબીત થયેલા આરોપીને નીચેની અદાલતનો ચુકાદો માન્ય નથી તેમ કહી ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરી મૃત્યુ દંડની સજાથી બચવાના કાયદાની છટકબારી શોધી લેવામાં આવે છે. દેહાંત દંડની સજાથી બચવા માટે આરોપીને છેક રાષ્ટ્રપતિ સુધી દયાની અરજી કરવાની જોગવાઇ મુજબ કાયદાકીય લાંબી લડતથી ફાંસીની સજા પામેલા આરોપી પણ સજાના હુકમ બાદ વર્ષો સુધી જેલમાં રહીને સજાના હુકમને પાછો ઠેલવી દેતા હોય છે. તે દરમિયાન માનવ અધિકારનો મુદો આગળ ધરવામાં આવે છે અને ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવાની માગણી કરી સજાના હુકમની ફેર વિચારણા માટે લડત ચલાવવામાં આવે છે. આવા જ કારણોસર દેહાંત દંડની સજાની અમલવારીને અસરકારક બનાવું અશકય બન્યું છે.

ભૂતકાળમાં ધનંજય ચેટરજી ને ત્રાસવાદી કસાબને ફાંસી અપાઇ હોવાના દાખલા છે જો કે આ દાખલા માત્ર અપવાદ ગણવામાં આવે છે. ધનંજય અને કસાબ જેવા અપરાધી હતા કે જેમી સાથે લોકો રોષ પણ જોડાયેલો હતો પરિણામે સરકારને ફાંસી આપવાની ફરજ પડી હતી. સામાન્ય રીતે અપરાધીનો ગુનો સાબીત થયા બાદ પણ કાયદાની આટીઘૂંટીમાં સજાનો અમલ થઇ શકતો નથી માટે ભારતમાં દેહાંત દંડની સજા લગભગ અશકય સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.