Abtak Media Google News

પાટીદાર સમાજ ઉપર યેલા અત્યાચારના વિરોધમાં ન્યાય યાત્રા

અનામત બાબતે પાટીદારોને યેલા અન્યાય બાબતે પાટીદાર અનામત આંદોલન સમિતિના ક્ધવીનર હાર્દિક પટેલ અને અન્ય ૫૧ કાર્યકરોએ મુંડન કરાવીને સરકારનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત લાઠીદળ ગામેી ન્યાયયાત્રા શ‚ કરી હતી. પાટીદાર સમાજના લોકો ઉપર યેલા અત્યાચારના વિરોધમાં આ પ્રદર્શન શ‚ કરવામાં આવ્યું છે. આ ન્યાય યાત્રામાં કુલ ૩૦ ગામોને આવરી લેવામાં આવશે અને બે વર્ષ અગાઉ સરકાર તેમજ પોલીસ દ્વારા અનામત માટે આંદોલન કરતા પાટીદારો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યા હતા તેનો વિરોધ નોંધાવવામાં આવશે.

આ માટે હાર્દિક પટેલ અને અન્ય કાર્યકરોએ જે જગ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યા હતા તે જગ્યાએ પહોંચી મુંડન કરાવ્યું હતું. હાર્દિકે તેના એક નિવેદનમાં કહ્યું હતું કે, ખેડૂતો અને પાટીદાર સમાજ માટે રાજય સરકાર સામે લડાઈ ચાલુ રહેશે અને કરોડો ‚પિયા ખર્ચવા છતાંય કેનાલોમાં પાણીનું એક ટીપુ પણ જોવા મળતું ની તેનો પણ વિરોધ કરવામાં આવશે.

વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, જો ભારત સરકાર બ્રિટીશરોની જેમ શાસન કરશે તો અમને ભગતસિંહ બનતા કોઈ અટકાવી શકશે નહીં. આ ઉપરાંત સરકાર દ્વારા તા કોઈ પણ અત્યાચાર સામે ચુપ રહેવામાં નહીં આવે. આ સો પાસના આગેવાન વ‚ણ પટેલે કહ્યું હતું કે, ન્યાય યાત્રાનું સમાપન ભાવનગરની પટેલ વાડીમાં શે જયાં મોટી સંખ્યામાં હાજર સમાજના લોકોને સંબોધન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.