સોનું નિગમને શા માટે આઇસીયુમાં દાખલ થવું પડ્યું…

196

બોલિવૂડના પ્રખ્યાત સિંગર સોનુ નિગમને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું કારણકે તે ગંભીર રીતે સ્કિન એલર્જીનો ભોગ બન્યો છે. જેના કારણે તેમની આંખ ખરાબ રીતે સોજાઈ ગઈ હતી. હકીકતમાં સોનુને જમવામાં એવી કોઈ વસ્તુ આવી ગઈ જેના કારણે તે ગણતરીની સેકન્ડોમાં એલર્જીનો ભોગ બન્યો હતો. જોકે સદનસીબે ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ ઓથોરિટીઝે સોનુ નિગમને આઈસીયુમાં દાખલ કરી દીધો હતો. જેને કારણે તેને રિકવર આવી ગયું હતું.

આ ઉપરાંત સોનુ નિગમે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બે ફોટા શેર કર્યા છે. આમાંથી એક ફોટામાં તેમના ચહેરા પર ઓક્સિજન માસ્ક લાગેલુ છે જ્યારે બીજા ફોટામાં તેમની આંખ પર ગંભીર રીતે સોજો ચડ્યો છે. અને સાથે સાથે સોનુ નિગમે લખ્યું છે કે જો કોઈપણ પ્રકારની એલર્જી થાય તો તેની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ.

Loading...