Abtak Media Google News

ફેસબૂક દ્વારા ડેટા સુરક્ષા તો એપલ પ્રોડકટસની ઊંચી કિંમતોને લઇ બંન્ને કંપનીઓ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ

આજનો ર૧મી સદીનો યુગ ‘ડીજીટલી યુગ’ કહી શકાય, કારણ કે આજના સમયે અદ્યતન ટેકલોજીઓ એટલી બધી વિકસી છે કે માત્ર આંગળની ટેરવે મસમોટા કામ ઘેર બેઠા જ શકય બન્યાં છે.

ડીજીટલી ઉપકરણોની સાથે સાથે ડીજીટલી માઘ્યમો જેવા કે, સોશ્યલ મિડિયાનો પણ એટલો જ ઉપયોગ વઘ્યો છે. આ વધતાં જતા ફેન્ડને લીધે ફેસબુક, ટવીટર, વોટસએપ તો ટેક કંપનીઓ એપલ, સેમસંગ, ગુગલ વચ્ચે હરિફાઇ જામી છે. જે સ્વભાવિક પણ છે ટેક ઇન્ડસ્ટ્રીમાં કંપનીઓ વચ્ચેની હરિફાઇ ગ્રાહકો માટે કયારેક લાોભદાયી તો કયારેક નુકશાનકારક પણ સાબિત થાય છે.

તેમાં પણ વાત કરીએ, એપલ અને ફેસબુક વચ્ચેની હરિફાઇ તો આ બન્ને વચ્ચેની જંગ માત્ર ધંધાકીય હરિફાઇ પુરતી જ ન હોય તે બન્ને વચ્ચે અણગમો પણ જોવા મળે છે. જેનાથી મોટાભાગના ગ્રાહકો માહિતગાર હશે જ એપલ અને ફેસબુક વચ્ચે શા માટે આટલો અણગમો છે? શા માટે તે બન્ને એકબીજાને ગમતા નથી તે ઉપર એક નજર કરીએ તો ઘણાં બધાં કારણે સામે આવે છે. જેમાંથી મહત્વનાં તારણો નીચે મુજબ છે.

ફેસબુકના બિઝનેશ મોડેલમાં એપલે કયારેય રસ નથી દાખવ્યો?

પ્રખ્યાત મેસેજીંગ એપ ફેસબુક સાથે ઘણી એપ્લીકેશનનો જોડાઇ છે. પરંતુ એપલે ફેસબુકના આ બિઝનેસ મોડેલમાં કયારેય રસ નથી દાખવ્યો જે પરથી જાણ થાય છે કે ફેસબુક અને એપલ વચ્ચે કેટલો અણગમો હશે??

વિશ્ર્વસનિયતાને લઇ એપલની ફેસબુક આકરી ટીપણી

એપલના સીઇઓ ટીમ કુક આડકતરી રીતે ફેસબુક પર આકરા પ્રહારો કરતા ઘણીવાર નજરે ચડયાં છે. તેમણે વર્ષ ૨૦૧૪માં એક ઇન્ટરવ્યુમાં જણાવેલું કે, કંપનીઓ જયારે માત્ર

પૈસા કમાણી માટે જ બીઝનેશ ચલાવે ત્યારે યુઝર્સ પર ખતરો ઉભો થાય છે. ફેસબુકનું નામ લીધા વગર તેમણે ડેટા ગોપનિયતાને લઇ ઘણાં આક્ષેપો કર્યા હતા.

ઉંચી કિંમતોને લઇ એપલને આડે હાથ લેતું ફેસબુક

સુરક્ષા અને ડેટા વિશ્ર્વસનિયતાને લઇ એપલ ફેસબુકની અણી કાઢતું રહે છેતો ફેસબુક પણ એપલને આડે હાથ લેવાથી ચુકતું નથી એપલની તમામ પ્રોડકટસ પણ ઊંચી કિંમતે વેચાય છે. જેને લઇ ફેસબુક.ે એપલની ટીકા કરી હતી. અને કહ્યું હતું કે ગ્રાહકોને આકર્ષણ માત્ર નફો કરવાનું છોડી પોસાય તેવા ભાવ આપવા જોઇએ

ફેસબુકે કર્મચારીઓના આઇફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકયો

બન્ને કંપનીઓ વચ્ચે એપ્લીક ટરતા  ફેલાઇ છે. કે, ફેસબુકે તો તેના કર્મચારીઓને આઇફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

એપલ નાના ઉઘોગોનું પતન કરી દેશે ફેસબુક

ફેસબુકનું સ્પષ્ટ માનવું છે કે એપલ જે નવા નવા ફીચર્સ લોન્ચ કરે છે તેનાથી જાહેરાત માળખાને મોટું નુકશાન નીવડશે અને તે નાના ઉઘોગોનું પતન કરી દેશે., ફેસબુકે આ નિવેદન એપલે ઈંઘજ-૧૪  પોલીસી લોન્ચ  કરી એ સમયે આપ્યું હતું.

ફેસબુકની ગેમીંગ એપ પર એપલનો પ્રતિબંધ

બિઝનેશ હરિફાઇ અણગમામાં પ્રવર્તી હોય તેમ બન્ને કંપનીઓ એકબીજાની પ્રોડકટસ પર પ્રતિબંધ મૂકતી રહે છે. ફેસબુક તરફથી લોન્ચ થતી મોટાભાગની ગેમિંગ એપ આઇફોનમા હોતી નથી એપલે તેના પર પ્રતિબંધ મૂકયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.