Abtak Media Google News

ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર શ્રીકૃષ્ણ જન્મોત્સવ દેશ વિદેશમાં ઉજવવાની તૈયારી પુરજોશમાં ચાલી રહીછે.હિન્દુ પંચાંગ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ વાદ આઠમે અડધી રાત્રે થયો હતો.ભગવાન કૃષ્ણ નાનપણમાં ખુબજ તોફાની બાળક હતા અને તેમને માખણ ખાવાનો ખુબજ શોખ હતો.માતા જશોદા રોજ પોતાના હાથે અલગ અલગ પકવાન બનાવી જમાડતા હતા.

ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ માખણ ચોર પણ છે.કૃષ્ણને નાનપણથી જ માખણ ખાવું ખુબજ પસંદ હતું.તેનામાટે તે આખા ગામમાં માખણ ચોરી કરીને ખાઈ જતા હતા.ભગવાન શ્રીકૃષ્ણને નાનપણથી જ માખણ ખાવું ખુબજ પસંદ હતું.તેનામાટે ભક્તો માખણ તો આપતાજ અને પ્રસન્ન કરવામાટે ૫૬ પ્રકારના ભોગ પણ ચડાવતા હતા.

ભગવાનને ભોગ ચઢાવા માટે ભક્ત 56 ભોગ ચઢાવે છે. 56 ભોગ ચઢાવા પાછળ એક વાર્તા છે. કહેવાય છે કે ઇન્દ્રના પ્રકોપથી તમામ વ્રજવાસીઓને બચાવા માટે તેમણે આખા ગોવર્ધન પવર્તને ઉઠાવી લીધો હતો. તેમણે સાત દિવસ સુધી અન્ન-પાણી ગ્રહણ કર્યું નહોતું. સાત દિવસ સુધી તેમણે કંઇ પણ ખાધું નહોતું. ભગવાન શ્રીકૃષ્ણ દરરોજ ભોજનમાં આઠ પ્રકારની વસ્તુ જમતા હતા. આથી સાત દિવસ બાદ તમામ ગ્રામજનો તેમના માટે 56 પ્રકારના પકવાન બનાવીને લઇ આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.