બજેટ કેમ બને છે? બજેટની તૈયારીઓ કેવી હોય છે?

404
Making-A-Monthly-Budget
Making-A-Monthly-Budget

નાણા મંત્રાલયનાં તમામ વિભાગો સાથે મંત્રણા કર્યા બાદ બજેટને અપાઈ છે આખરીઓપ

કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે બજેટ બહાર પાડવામાં આવતું હોય ત્યારે તેની તૈયારીઓ કેવી હોય તે અનેકવિધ લોકોને ખબર હોતી નથી. બજેટ કેવી રીતે બને છે તે વિશે લોકો ઘણાખરા અંશે અજ્ઞાન હોય છે. બજેટ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચ અને આવક માટેનું એક ફાયનાન્સીયલ સ્ટેટમેન્ટ જેને બજેટ માનવામાં આવે છે ત્યારે બીજા ટર્મ માટે ચુંટાયેલી મોદી સરકારનાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ રજુ કરવામાં આવશે. બીજી ટર્મ માટેનું મોદી સરકારનું આ પ્રથમ બજેટ હશે તે પૂર્વે ૨૦૧૯-૨૦નાં ઈન્ટ્રીમ બજેટ અધિક ચાર્જ સ્વિકારનાર પીયુષ ગોયલ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે બજેટ પીપરેશન પહેલા પાંચ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવતું હોય છે જેમાં પ્રથમ બજેટ પૂર્વે નાણામંત્રાલય, ખર્ચ વિભાગ સંયુકત રીતે બેઠક યોજી જેમાં પ્રાઈવેટ સેકટર, એમજીઓ અને સ્ટોક હોલ્ડર પણ ઉપસ્થિત હોય છે કે જે બજેટથી શું અપેક્ષા રાખે છે તે અંગે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવતી હોય છે.

જયારે બીજી તરફ બજેટ વિભાગ દ્વારા સરકારનાં તમામ મંત્રાલય અને વિભાગોને તાકીદ કરતા બજેટ એસ્ટીમેટ પણ રજુ કરવા માંગણી પણ કરતા હોય છે. જયારે નાણા મંત્રાલય દ્વારા આવનારા વર્ષમાં કેટલા રૂપિયાની આવક ભારત સરકારને થશે તે અંગેનું પણ અનુમાન લગાવવામાં આવતું હોય છે જેનાં આધારે નાણાકીય વર્ષમાં બજેટ રજુ કરવામાં આવે છે. યુનિયન બજેટ રજુ થતાં પહેલા હલવા સેરેમની યોજાતી હોય છે જે બાદ બજેટનું પ્રિન્ટીંગ કાર્ય શરૂ થતું હોય છે. જે કોઈ વ્યકિત હલવા સેરેમેનીમાં સહભાગી થયા હોય તે સર્વે બજેટ રજુ ન થાય ત્યાં સુધી તેઓએ તેમનાં પરિવાર, મિત્ર-વર્તુળ સાથે સંપર્ક તોડી નાખવો પડતો હોય છે ત્યારબાદ બજેટ રાષ્ટ્રપતિનાં ધ્યાન પર મુકવામાં આવે છે અને તેની મંજુરી મળ્યા બાદ લોકસભામાં રજુ થતું હોય છે.

આ રીત મુજબ કેન્દ્રીય બજેટ રજુ કરવામાં આવે છે. મહદઅંશે અનેકવિધ લોકોને એ વાતનો ખ્યાલ રહેતો નથી કે બજેટ કેવી રીતે બને છે અને તેની તૈયારીઓ કેવી રીતે કરવામાં આવે છે પરંતુ બજેટ તૈયાર કરવા માટે તમામ ચીજ-વસ્તુઓને બારીકાઈથી જોવી પડતી હોય છે અને તેનું વિશ્લેષ્ણ કર્યા બાદ જ કોઈ એક સ્થાન પર નિર્ણય લેવામાં આવતો હોય છે. જીડીપી પણ એટલું જ મહત્વપૂર્ણ પરીબળ છે બજેટ નિર્માણ માટે.

બીજી ટર્મ માટે મોદીની સરકાર બન્યા બાદ અનેકવિધ નાણાંકીય ક્ષેત્રે સુધારા કરવા માટે તેમના દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ભારતનો આર્થિક વિકાસ કઇ રીતે શક્ય બને તે માટે પણ તેઓ પ્રયત્નશીલ છે જે અનુસાર આ વખતનું બજેટ રજૂ કરવામાં આવશે.

જીડીપી દરને લઇ અર્થશાસ્ત્રીઓના દાવાઓને ઉડાડતી મોદી સરકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિ ઇએસી પી.એમ. દ્વારાપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રહ્મણ્યમના વર્ષ ૨૦૧૧ પછી દેશના આર્થિક વિકાસ દરને જે રીતે વધારીને રજુ કરવામાં આવ્યો હોવાના દાવાને રદ કરીને વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું છે કે તેમના વિશ્લેષ્ણમાં ખેતી આધારીત ક્ષેત્ર સાથે જોડાયેલા આંકડાઓને લઇને દુલર્ક્ષતા સેવી છે અને એક ખાનગી કંપની સીએમઆઇઆઅઇ પર આંખો બંધ કરીને વિશ્ર્વાસ કરી લેવામાં આવ્યો છે.

વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમીતી દ્વારા પ્રકાશિત કરેલા અહેવાલોમાં જણાવાયું છે કે ભારત એક વિશાળ અને જવાબદાર અર્થતંત્ર ધરાવે છે. અને તેના આર્થિક વિકાસ દરને ગણતરીની પઘ્ધતિમાં વૈશ્ર્વિક ધારાધોરણનું પાલન કરવામાં આવે છે આ અહેવાલમાં મુખ્ય તો વિવેક દેવરોય, રતીન રોય, સુરજીત ભલ્લા ચરણસિંહ, અરવિંદ વિરભાણી જેવા અર્થશાસ્ત્રીઓનું યોગદાન લેવામાં આવ્યું છે.

ગયા અઠવાડીયે સલાહકાર સમીતીએ જણાવ્યું હતું કે સુભ્રમણ્યમનો સંશોધન પત્રનું તબકકાવાર વિશ્લેષ્ણ ખંડન જાહેર કરવામાં આવશે ગયા વર્ષે આર્થિક સલાહકાર પદ ઉપરથી રાજીનામુ આપનાર સુબ્રમણ્યમ  એ એક અહેવાલમાં જણાવ્યું હતું કે ૨૦૧૧-૧૨ ને ૨૦૧૬-૧૭ વચ્ચે ભારતના વિકાસદરને લગભગ ૨.૫ ટકા વધારીને રજુ કરવામાં આવ્યો હતો. આવું જીડીપીની આંકલનની પઘ્ધતિને બદલાવીને કરવામાં આવ્યું હતું. સુભ્રમપ્યમ સ્વામીએ કરેલા આ વિશ્લેષ્ણ સંબંધીત સંશોધન પત્ર ત્યારે સામે આવ્યું જયારે આર્થિક વિકાસના મોટાભાગના આંકડાઓ પર પ્રશ્ર્ન ઉઠી રહ્યા છે. સુભ્રમણ્યમ ઓકટોમ્બર ૨૦૧૪ થી લગભગ ચાર વર્ષ સુધી નાણા મંત્રાલયના મુખ્ય સલાહકાર તરીકે રહ્યા હતા. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિએ સુભ્રમણ્યમ સ્વામીના

અહેવાલોના ખંડનના મુખ્ય કારણમાં જણાવ્યું હતું પૂર્વ આર્થિક સલાહકાર સભ્રમણ્યમે ભારતની અર્થ વ્યવસ્થાને લઇને કાઢવામાં આવેલા તારણોને લઇને કેટલીક ઉતાવળો કરી છે. તેમણે ૧૭ મુખ્ય મુદ્ોઓ નો પ્રયાગ કર્યો છે. પરંતુ તેમના વિશ્લેષ્ણ માં ભારતના મુખ્ય અર્થતંત્રની કરોડરજજુ ગણી શકાય તેવા અને વિકાસ દરમાં ૬૦ ટકાથી વધુ યોગદાન આપનાર સેવા ક્ષેત્ર અને ૧૮ ટકા ની હિસ્સેદારી ધરાવતા કૃષિ ક્ષેત્રની સંપૂર્ણ પણે અવગણના કરવામાં આવી છે. સુભ્રમણ્યમ સ્વામીએ દેશના આર્થિક વિકાસદરની તંદુરસ્ત સ્થિતિના સરકારના દાવાને અયોગ્ય ગણવા ના અહેવાલોને વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમીતીએ ફગાવી દીધી હતી. અરવિંદ સુભ્રમણ્યમે જણાવ્યું હતું કે ર૦૧૧ પછીના આર્થિક વિકાસદરને ખોટી રીતે વધારીને રજુ કરવામાં આવ્યું છે.

Loading...