Abtak Media Google News

મોટાભાગે અંગ્રેજી ના બોલનાર લોકો દારૂ પીધા બાદ ફાંકડું અંગેજી બોલતા હોવાનું તમારા ધ્યાને આવ્યું હશે જ. તમે કોઈ બીજી ભાષા બોલવાનો પ્રયાસ કરો ત્યારે યોગ્ય શબ્દ શોધવાનું મુશ્કેલ બની જાય અને તેનો યોગ્ય ઉચ્ચાર તો પડકાર બની જાય, તમારી સાથે પણ આવું થયું હશે. જોકે, થોડો દારૂ પી લો તો એ બીજી ભાષાના શબ્દો તમે ફટાફટ બોલવા લાગશો તેવું સંશોધનમાં ફલિત થયું છે. દારૂ પીધા બાદ શબ્દોની શોધનો અંત આવી જશે અને તમારી વાતો રસાળ લાગવા માંડશે. જાણે કે એ તમારી માતૃભાષા હોય. એક સંશોધન મુજબ, થોડો દારૂ બીજી ભાષા બોલવામાં મદદરૂપ થાય છે. યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા પર દારૂની અસર થાય છે.  દારૂ ખચકાટ દૂર કરે છે, આત્મવિશ્વાસ વધારે છે અને સામાજિક વ્યવહારમાં સંકોચ ઓછો કરે છે. પરિણામે લોકો દારૂ પીને ઇંગ્લિશ બોલવા લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.