Abtak Media Google News

અમિતાભ બચ્ચનને ‚પેરી પડદે એન્ગ્રી યંગ મેનનું બિરુદ મળ્યું હતું. પરંતુ અંગત જીવનમાં તેઓ ગુસ્સા પર અંકુશ રાખી શકે છે. ગઈકાલે બન્યુ એવું કે બીગ-બી ઉર્ફે સદીના મહાનાયક અમિતાભ બચ્નનું ફેસબુક પેજ ઓપન થ થયું. સમયના પાબંદ અને ઘડિયાળના કાંટે કામ કરવા ટેવાયેલા બિગ-બીની કમાન છટકી. તેમણે તુરંત જ ટિવટ્ટર પર ફેસબુકની ફરિયાદ કરી દીધી. લખ્યું કે – ભઈ, હું અમિતાભ બચ્ચન જાગી ગયો છું હવે તમે પણ જાગો. તેમણે પોતાની એંગ્રી યંગ મેન ઈમેજવાળી ફિલ્મી તસવીર પણ ટિવટ્ટર પેજ પર મુકી. ઉલ્લેખનીય છે કે અમિતાભ અત્યારે યુરોપીય દેશ માલ્ટામાં ફિલ્મ ‘ ઠગ્સ ઓફ હિંદુસ્તાન’નુ શુટિંગ કરી રહ્યા છે. શુટિંગમાં બીઝી હોવા છતાં તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.  બાય ધ વે, અમિતાભ માલ્ટાથી સ્વદેશ પરત આવ્યા બાદ ટીવી શો કૌન બનેગા કરોડપતિ માટે સતત ૧૭ દિવસ શુટિંગ કરવાના છે. તેમની છેલ્લે રજુ થયેલી મુવી સરકાર-૩ એવરેજ રહી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.