Abtak Media Google News

ભારતમાં દર વર્ષે ૧૪ નવેમ્બરના રોજ બાલદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૧૪ નવેમ્બરની તારીખ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જન્મતિથિ છે અને એમના જન્મદિવસને બાલદિન તરીકે ઉજવવામાં આવે છે. જવાહરલાલ નેહરુ બાળકો પ્રત્યે એમના પ્રેમને કારણે જાણીતા હતા અને બાળકો એમને ચાચા નેહરુ કે ચાચાજી તરીકે બોલાવતા હતા.

Untitled 1 28જવાહરલાલ નેહરુનો જન્મ ૧૪ નવેમ્બર ૧૮૮૯ના રોજ થયો હતો. ૧૪ નવેમ્બરે બાળકોને ચોકલેટ તથા ભેટ આપીને ખુશ કરવામાં આવે છે. શાળાઓ પણ આ દિવસે શાળામાં સંગીત તથા નૃત્યના જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ ઉપરાંત આ દિવસે અનાથ બાળકોને રમકડાં તથા પુસ્તકો જેવી ભેટ અને વસ્ત્રો આપવામાં આવે છે.

૧૯૬૪ પહેલાં ભારતમાં દર ૨૦ નવેમ્બરે બાલદિન ઉજવવામાં આવતો હતો. સંયુક્ત રાષ્ટ્રો સંસ્થા દ્વારા દુનિયાભરમાં એ તારીખે બાલદિવસ ઉજવવામાં આવે છે. પરંતુ, ૧૯૬૪માં નેહરુના નિધન બાદ એવું સર્વાનુમતે નક્કી કરાયું હતું કે નેહરુને બાળકો પ્રત્યે જે વહાલ તથા પ્રેમ હતો એને ધ્યાનમાં લઈને દેશભરમાં નેહરુના જન્મદિવસને બાલદિન તરીકે ઉજવવો.

Maxresdefault 5જવાહરલાલ નેહરુ હિન્દી ફિલ્મી ગીતો પ્રત્યે પણ સંવેદનશીલ હતા. બે ગીત છે જે સાંભળીને નેહરુની આંખો ભીની થઈ ગઈ હતી.

કવિ પ્રદીપજી લિખિત ગાયન – ‘આજ હિમાલય કી ચોટી સે ફિર હમને લલકારા હૈ, દૂર હટો અય દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ’ સાંભળીને નેહરુની આંખો ભીંજાઈ ગઈ હતી. એવી જ રીતે, લતા મંગેશકરે જ્યારે ‘અય મેરે વતન કે લોગો, જરા આંખોમેં ભર લો પાની જો શહીદ હુએ હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની’ ગીત ગાયું હતું ત્યારે પણ નેહરુ એ સાંભળીને રડી પડ્યા હતા.

Untitled 1 291962ની ચૂંટણીઓમાં, નેહરુએ કૉંગેસને જીત તો અપાવી પરંતુ પ્રમાણમાં ઘટતી જતી બહુમતીથી. જમણેરી ભારતીય જન સંઘ અને સ્વતંત્રતા પાર્ટીથી માંડીને સમાજવાદીઓ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા એમ વિરોધપક્ષોએ સારો દેખાવ કર્યો હતો.

તે પછીના થોડાક જ મહિનાઓમાં, ચીન સાથેનો સરહદી વિવાદ ખુલ્લા સંઘર્ષમાં પરિણમ્યો. બંને જણ, ગુલામ પ્રથાના શિકાર રહી ચૂકયા હોવાથી નેહરુએ ધારણ કર્યું કે બંને એકબીજા પ્રત્યે સહાનુભૂતિની લાગણી ધરાવે છે, જે “હિન્દી-ચીની ભાઈ ભાઈ” વિકાસશીલ દેશો વચ્ચે ભાઈચારા અને સહાનુભૂતિના આદર્શો તેમના મનમાં વસેલા હતા અને તેઓ તેની તરફ સંપૂર્ણ સમર્પિત હતા. નેહરુએ અત્યંત ભોળાભાવે માની લીધું કે એક સમાજવાદી સાથી દેશ બીજા પર આક્રમણ કરે નહીં, અને ગમે તેવા સંજોગોમાં, હિમાલયની બરફની અભેદ્ય દીવાલ પાછળ તેમને સલામતી અનુભવાતી હતી.

3 11 1આ બંને બાબતો ચીનના ઇરાદા અને લશ્કરી સક્ષમતા અંગે ખૂબ ભૂલભરેલી ગણતરી સાબિત થઈ. ચીને પચાવી પાડેલા વિવાદગ્રસ્ત વિસ્તારો માટે ચીનને પડકારવાના – ભારતીય લશ્કરને તેમણે આપેલા યાદગાર આદેશ “ચીનાઓને બહાર ફેંકી દો”ના – તેમના ઈરાદાની જાણ થતા, ચીને પણ સામો ભયંકર હુમલો શરૂ કર્યો.

ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ચીનના અતિક્રમણથી ભારતની લશ્કરી નબળાઈ છતી થઈ હતી, ચીનનું લશ્કર છેક આસામ સુધી પહોંચી ગયું હતું. દેશના સંરક્ષણ પ્રત્યે અપૂરતા ધ્યાન અંગે તેમની સરકારની વ્યાપકપણે ટીકા થઈ, અને નેહરુને દેશના સંરક્ષણ પ્રધાન ક્રિષ્ના મેનનને બરતરફ કરવાની અને યુ.એસ. લશ્કરની મદદ યાચવાની ફરજ પડી. આ તરફ નેહરુનું સ્વાસ્થ્ય એકધારું બગડતું ચાલ્યું, અને તેમણે 1963ના ઘણા મહિના સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે કાશ્મીરમાં ગાળવા પડ્યા. કેટલાક ઇતિહાસવિદેએ આટલી નાટકીય ઢબે તેમનું સ્વાસ્થ્ય કથળવા પાછળ ચીને ભારત પર આક્રમણ કર્યું, એ બાબતનો આઘાત અને સંતાપ તથા વિશ્વાસઘાતની લાગણી જવાબદાર ગણાવી હતી. 1964ના મે મહિનામાં કાશ્મીરથી પાછા ફર્યા બાદ, નેહરુને એક સ્ટ્રોક અને પાછળથી હૃદયરોગનો હુમલોઆવ્યા હતા. 27 મે 1964ના વહેલી સવારે તેમનું અવસાન થયું.

Jawaharlal Nehru With Rose 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.