Abtak Media Google News

ચારસો હિન્દુ સાંસદો હોવા છતાં નિર્માણમાં વિલંબ શા માટે ?

છેલ્લા ત્રણ દિવસથી કુ‚ક્ષેત્રમાં સાધુ સંતોની ચાલી રહેલ ધર્મ સંસદમાં દિવાળીના સમયમાં રામમંદિરનો મુદો ફરીથી ગરમાયો છે. ત્યારે દ્વારકા શારદાપીઠના દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવેલ છે કે દેશની જનતાને ભારત સરકારે રાત્રીનાં બાર વાગ્યે નોટબંધી જાહેર કરીમોટો નિર્ણય રાતોરાત લીધેલો તેવી જ રીતે દેશનીજનતા માટે આસ્થાના પ્રતિક સમા રામજન્મભૂમિમાં રામમંદિરના નિર્માણનું કાર્ય ઉગતા પ્રભાતથી શામાટે શરૂ ન કરી શકાય? વધુમાં તેમણે જણાવેલ કે દેશની સંસદમાં ચારસો જેટલા હિન્દુ સાંસદો હોવા છતાં મંદિર નિર્માણમાં શા માટે વિલંબ થાય છે.

દેશની જનતા સાથે જોડાયેલ મુદાનો શાંતિપૂર્ણ ઉકેલ સરકારે લાવવો જ જોઈએ અને આસાનીથી ઉકેલી શકાય અને સંસદમાં નિર્ણય લઈ શકાય તેમ હોવાથી આ મુદે સરકારે જનતાની લાગરી હેતુ ત્વરીત નિર્ણય લેવો જોઈએ અને રામજન્મભૂમિનોમુદો સાધુસંતોને સોંપી વિકાસના કાર્યોમાં ધ્યાન દેવું જોઈએ તેમ પણ તેમણે ઉમેર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.