‘ભાઈજાન’ને પેઢી જૂની ખખડધજ બિલ્ડીંગનું ‘વળગણ’ શા માટે?

કોઈપણ વ્યકિતને પોતાના પેઢી જૂના રહેણાંક કે વ્યવસાયક કે વ્યવસાયના સ્થળનું વિશેષ આકર્ષણ હોય છે. તેવી જ રીતે ફિલ્મ જગતના ભાઈજાન સલમાનખાનને પોતાના બાંદ્રા ખાતેના વર્ષો જૂના ફલેટ પ્રત્યે બહુ લાગણી છે. અને તે કોઈપણ સંજોગોમાં છોડવા માગતો નથી.

સલમાન ખાને એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે મારી પાસે મોટો બંગલો હોવા છતા હું બાંદ્રા ખાતે આવેલા મારા ફલેટમાં રહેવાનું વધુ પસંદ કરૂ છું કારણ કે અમે ફલેટની ઉંપરના ભાગે જ મારા માતા-પિતા રહે છે. હું જયારે નાનો હતો ત્યારે ત્યાંજ ઉછર્યો છું અને ત્યાંજ રમ્યો ભમ્યો છું.

એ બિલ્ડીંગ સાથેના સંસ્મરણો વાગોળતા દબંગ અભિનેતા કહે છે કે એ આખઉં અમારૂ બિલ્ડીંગ એક કુટુંબ જેવું જ છે. અમે જયારે નાના હતા ત્યારે એ બધા ફલેટમાં રહેતા બાળકો બગીચામાં સાથે જ રમતા અને કયારેક તો અમે ત્યાંજ સુઈ જતા હતા અમારા ફલેટ અલગ અલગ હતા પણ અમારા માટે એ તમામ અમારા જ ઘર હતા અને અમે ગમે તે ફલેટમાં જતા રમતા અને ત્યાજ જમી લેતા. મારા માટે એ બિલ્ડીંગ મહત્વનું છે. મારી લાગણીઓ તેની સાથે જોડાયેલી છે.

અત્રે એ યાદ આપીએ કે આ અગાઉ પણ સલમાનખાનના પિતા ફિલ્મ લેખક સલમાન ખાન પોતાના ફલેટ માટેનો લગાવ જાહેર કરી ચૂકયા છે. અને કાયમને માટે ત્યાંજ રહેવા ઈચ્છે છે.

સલમાનખાન કહે છેકે એ બિલ્ડીંગ પ્રત્યે મને બહુ જ લાગણી છે. અને એ મકાન જયારે હું છોડું છુ ત્યારે મારૂ દલ દ્રવી ઉઠે છે. અને મને ચેન પણ પડતું નથી.

Loading...