Abtak Media Google News

જહાં ડાલ-ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હે મેરા

દિલ્હીમાં ગત વષે આકરો ટ્રાફિક દંડ વસુલાયો હોવા છતાં માર્ગ અકસ્માતોમાં મોતની સંખ્યામાં વધારો થયાનો ઇન્સ્ટીટયુટ ઓફ રો. ટ્રાફિક એજયુકેશનનો રિપોર્ટ

વિશ્વભરમાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુઓની સંખ્યામાં ટકાવારી આપણા દેશ ભારત ર૩ ટકા જેટલી અતિ વધારે છે જેથી, માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા વાહન ચાલકોમાં ટ્રાફીક સેન્સ આવવી જરુરી હોય કેન્દ્રની મોદી સરકારે જુના મોટર વ્હીકલ એકટમાં અનેક સુધારા કર્યા છે. નવા કાયદામાં વિવિધ ટ્રાફીક નિયમોના ભંગ બદલ આકરા દંડની જોગવાઇ કરવામાં આવી છે. જે સામે દેશભરના વાહન ચાલકોમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે. અનેક રાજકીય પક્ષો સંસ્થાઓ આવા આકરા દંડના બદલે માર્ગ અકસ્માતો ઘટાડવા ટ્રાફીકની સમસ્યાનો ઉકેલ લાવવા દેશમા માળખાકીય સુવિધાઓ વધાવવા પર જોર મુકી રહી છે. જેથી ટ્રાફીકના નિયમન અને દંડને લઇ હાલ દેશભરમાં હોબાળો મચી જવા પામ્યો છે. દેશમાં વધતા જતા માર્ગ અકસ્માતોની સંખ્યા માટે જેટલી વાહન ચાલકોમાં ટ્રાફીક સેન્સનો અભાવ જવાબદાર છે એટલો જ દેશમાં રસ્તાઓ સહીતની માળખાકીય સુવિધા વધારવામાં સરકારની નિષ્ફળતા પણ જવાબદાર ગણી શકાય. આરટીઓ ટ્રાફીક પોલીસ સહીતના તંત્રની આળસુ કામગીરી પણ જવાબદાર માની શકાય. જેથી શું ટ્રાફીકના નિયમોના ભંગ બદલે દંડની રકમ વધારવાથી ટ્રાફીક સેન્સ આવી શકે કે કેમ? તેવા પ્રશ્નાર્થે દેશભરમાં ઉભા થવા પામ્યા છે. ઇન્સ્ટીટયુટ ઓફ રોડ ટ્રાફીક એજયુકેશન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં વર્ષ ૨૦૧૭માં ૬૪.૮ કરોડ રૂા નો ટ્રાફીક દંડ વસુલવામાં આવ્યો હતો. જયારે માર્ગ અકસ્માતમાં ૧૫૮૪ લોકોના મૃત્યુ થયા હતા.

જયારે, વર્ષ ૨૦૧૮ માં ૧૦૫ કરોડ રૂા. જેવો ભારે દંડ વસુલવા છતાં માર્ગ અકસ્માતોમાં ૧૬૯૦ લોકોના મૃત્યુ થયા હતા. જેથી આ આંકડા દ્વારા ઇન્સ્ટીટયુટ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા માટે આકરો ટ્રાફીક દંડ અસરકારક થતો ન હોવાનો દાવો કર્યો આ સંસ્થાના રીપોર્ટમાં વધુમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.