Abtak Media Google News

અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક બાબતોને લઇને ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ આ ટ્રમ્પએ એક એવો નિર્ણય કર્યો છે. કે જેના લીધે ૮ લાખ લોકોને અમેરિકા છોડવાનો વારો આવશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ એમરિકામાં ગેરકાયદે વસતા યંગ ઇમિગ્રન્ટ્સને વર્ક પરમિટ આપતી ગ્રાન્ટ રદ કરવાની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ વર્ષ ૨૦૧૨માં ડિફર્ડ એક્શન ફોર ચાઇડહૂડ પ્રોગ્રામ શરુ કર્યો હતો. જેમાં એમરિકામાં અન્ય દેશોમાંથી આવીને ગેરકાયદે વસતા નિર્વાસિતોને ‘ડ્રિમર’ નામ હેઠળ સ્ટડી અને વર્ક પરમિટ મળતા હતા. ટ્રમ્પે મંગળવારે આ પ્રોગ્રામ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. અને તેમણે ઓફિસ કેમ્પે ઇનિંગ દરમિયાન જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ ડાકા પ્રોગ્રામને તાત્કાલિક બંધ કરવાનો પ્લાન કરી રહ્યુ છે.

ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા અંદાજે આઠ લાખથી વધુ લોકોને દેશ છોડવો પડશે. શુક્રવારે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ પોતાના આ નિર્ણયમાં ફેર બદલી કરી શકે છે. પરંતુ ટ્રમ્પે મંગળવારે આખરી નિર્ણયમાં કોઇ ફેરબદલ કર્યો ન હતો. ટ્રમ્પે કોંગ્રેસને ૬ મહિનાનો સમય આપીને ડાકા કાયદામાં ફેરફાર લાવવાનો આદેશ આપ્યો હતો. એક મિડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં ગેરકાયદેસર વસતા અંદાજિત ૮ લાખથી વધુ લોકોએ દેશ છોડવો પડશે. જેમાં ૭૦૦૦ જેટલા ઇન્ડિયન અમેરિક્ધસનો સમાવેશ થાય છે.

ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાના સમયમાં શરુ કરવામાં આવેલો ડિફર્ક એક્શન ફોર ચિલ્ડ્રન અરાઇવલ પ્રોગ્રામ ઇમિગે્રશનના કાયદામાં સુધારાવાળો પ્રોગ્રામ છે. જેમાં ભારતનું સ્થાન ૧૧મું છે. ડાકાને રદ્ કરવાથી અમેરિકન ઇકોનોમિને વાર્ષિક ૨૦૦ બિલિયન અમેરિકન ડોલરનું નુકશાન થશે. ડાકાને રદ્ કરવાથી ૭૦૦૦ જેટલા ઇન્ડિયન અમેરિક્ધસે પણ દેશ છોડવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.