Abtak Media Google News

ગ્રામ્યવિસ્તારો કે ખુલ્લા વિસ્તારોમાં રાત્રે વૃક્ષ નજીક તમે આગીયાને ચમકતા જોયા હશે. જો કે શહેરમાં ખુબ જ ઓછા જોવા મળે છે. જો કે ગ્લોબલ વોર્મિગે ઘણી બધી પ્રજાતીને લુપ્ત થવા આરે મુકેલ છેત્યારે ગામડામાં પણ ઓછા જોવા મળે છે. આગીયા રાત્રે કેમ ચમકે છે? આ પ્રશ્ર્ન બધાને થતો હશે. આગીયા ચમકવા પાછળ તો હેતું તે તેની માદા આકર્ષિત કરવા અને પોતાનું ભોજન શોધવા માટે ચમકતા હોય છે. આગીયાઓમાં ત્રણ પ્રકારની ચમક વાળા હોય છે. લાલ પીળો અને લીલો, માદા આગીયો જંગલના વૃક્ષોની છાલ ઉપર જ તેનાં ઇંડામૂકે છે. તમને નવાઇ લાગશે કે તેમનાં ઇંડા પણ રાત્રીના ચમકતા જોવા મળે છે.

Knowledge Corner Logo 4 3

આગીયાની દુનિયા વિશે ઘણી નિરાલી વાતો છે જેમાં માદા આગીયાને પાંખો હોતી જ નથી. માટે તે એક જ જગ્યાએ ચમકતી રહે છે. નર આગીયાને પાંખો હોવાથી તે ઉડે ત્યારે ચમકતા જોવા મળે છે. ભારતમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. પરંતુ વધારે ચમકતા આગીયા જોવા મળે છે એ દેશ છે, વેસ્ટઇન્ડિઝ અને દક્ષિણ અમેરીકામાં સૌથી વધારે જોવા મળે છે. ૧૯૬૭માં રોબર્ટ બાયલનામના વૈજ્ઞાન્કિે આગીયાની શોધ કરી હતી. શ‚આતમાં એવુ મનાતુ કે તેનાં શરીરમાં ફોસ્ફરસ હોય છે. એટલે ચમકે છે. પરંતું વૈજ્ઞાનિકોએ આ વાત નકારતા જણાવેલ કે આગીયા લ્યુસિફેરસ નામના પ્રોટીનને કારણે સતત ચમકતા રહે છે.વિશ્ર્વભરમાં કે આફ્કિાના વિશાળ જંગલોમાં એવા કેટલાક જીવ-જંતુઓ છે. જેને આપણે હજી ઓળખી નથી શકતા.

  • ગીધ:પર્યાવરણની ‘ગંદકી’નો સફાઇ કામદાર !!!

આકાશમાં ખુબ જ ઊંચે ઊંચે ઉડતા પક્ષીની વાત આવે ત્યારે ‘ગીધ’ની વાત આવે તીક્ષ્ણ વાંકી ચાંચથી તે ગમે તેવા મૃતદેહોને ફાડીને ખાય જાય છે. ગીધ એક જાતનું પક્ષી છે. અંગ્રેજીમાં તેને ‘વલ્ચર’ કહેવાય છે. આ પક્ષીનું કદ વિશાળ હોય છે.ગધી સૌથી ઊંચા ઝાડ પર પોતાનો માળો બાંધે છે. આ પક્ષી માંસ ભક્ષી છે. તેમનો મુખ્ય ખોરાક પશુ-પ્રાણીઓના મૃતદેહ છે. આવા મૃતદેહો કે ખોરાકની શોધ માટે આકાશમાં ખુબ જ ઉંચે ઉડે છે. ગામના સીમમાં વેરાન જગ્યામાં પડેલા સડેલા મૃતદેહો ગીધો માટે ઉજાણી બની જાય છે. આમ સડેલા મૃતદેહોની ગંદગી દૂર કરતાં ‘ગીધ’ને સફાઇ કામદાર તરીકે ઓળખાય છે.

ગ્લોબલ વોમિંગ ને કારણે શહેરીકરણ વૃક્ષો કપાતા આ જાતી પણ લુપ્ત થવાના આરે છે. ભારતમાં હવે તેની સંખ્યા ખુબ જ ઓછી થવા લાગી છે. આફ્રિકાના જંગલોમાં તે વધુ જોવા મળી રહ્યા છે. જો કે ભારતનાં અને વિદેશના ગીધોમાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે. સફેદ પીઠ વાળા ગીધ એ એક આજ પ્રજાતિનું પક્ષી છે. તેની પીઠના ભાગમાં સફેદ રંંગ હોવાને કારણે તે સફેદ પીટ ગીધ કહેવાય છે. બીજા પ્રકારમાં ઉજળો ગીધ જાણીતો છે. એ હિમાલય અને તિબેટીયન પહાડ પર જોવા મળતું પક્ષી છે.

ગીધ પક્ષી ૧૦૩૦ થી ૧૧પ૦ મી.મી. લંબાઇ, ૭પપ થી ૮૦પ મી.મી. પાંખનો ઘેરાવો, ૩પપ થી ૪૦પ મી.મી. પૂછડી, ૧૧૦ થી ૧ર૬ મી.મી. ઘડનો ભાગ અને ૭૧-૭૭ મી.મી. ઉચાઇ ધરાવે છે. પ્રકૃતિના રક્ષણ માટે ગીધ સૌથી ઉપયોગી પક્ષી છે. તે કોઇ દિવસ, પશુ-પંખીનો શિકાર નથી કરતું તે માત્ર મરેલા જાનવરને જ ખાય છે તે હંમેશા ટોળામાં સમુહ ભોજનનો આનંદ લેતા જોવા મળે છે. ગંદા ગોબરા ગીધનું અસ્તિત્વ આપણાં અસ્તિત્વ માટે જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.