Abtak Media Google News

ખેડૂતની રાઈની ક્વોલિટી બરાબર ન હોવાનું કહેતા બીજા વેપારીનો પીતો છટક્યો : વિડીયો વાઇરલ

હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે ઢળતી સાંજે ખેડૂતની રાઈની ક્વોલિટી મુદ્દે બે વેપારી વચ્ચે બઘડાટી બોલી જતા માહોલ ગરમાયો હતો અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા વેપારી આલમમાં ભારે ચકચાર જાગી હતી.જો કે, અન્ય વેપારી આગેવાનોએ મધ્યસ્થી કરતા હાલ બન્ને વેપારી પેઢી વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે.સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આજે ઢળતી સાંજે હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાત વણસતા અભદ્ર ગાલી ગલોચ સુધી મામલો પહોંચતા યાર્ડમાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.વધુમાં આ ઝઘડા પાછળનું કારણ સાવ મામુલી હોવાનું બહાર આવ્યું છે જેમાં એક વેપારીના કાયમી ગ્રાહક એવા ખેડૂતે અન્ય પેઢીમાં રાઈ વેચવા મૂકી હતી જે રાઈની ક્વોલિટી બરાબર ન હોવાનું કહી રાઈ રિજેક્ટ કરતા વાત વણસી હતી અને ઝઘડો થયો હતો.

જો કે, હળવદ યાર્ડના બે વેપારી વચ્ચે થયેલા ઝઘડા બાદ અન્ય અગ્રણીઓ દ્વારા મામલો થાળે પાડવા પ્રયાસો કરાયા હતા અને સમગ્ર બનાવનો વિડીયો વાઇરલ થતા શહેરમાં આ ઝઘડાની વ્યાપક ચર્ચા ઉઠવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.