પરીક્ષા ગેરરીતિમાં કોની ભલામણે પીવીસીને ગેરરીતિ તરફ દોર્યા

પરીક્ષા ચોરીમાં માફ કરવાની જોગવાઈ ન હોવા છતાં રાજકીય અગ્રણીના ઈશારે યુનિવર્સિટીના પદાધિકારીઓ ‘ઉંધા માથે’

સૌરાષ્ટ્રનાં પાટનગર શિક્ષણ હબ અને સંસ્કાર નગરી રાજકોટનું શિક્ષણ જગત કયારેક કયારેક લાગવગ વગે વામણા અને ગેરરીતીના કારણે વગોવાતુ રહે છે. તાજેતરમાં જ પરીક્ષા ચોરીમાં પકડાયેલા ડઝનબધ વિદ્યાર્થીઓ માટે વ્હાલાઓને ઉગાડી લેવામાં પદાધિકારીઓએ કરેલી મથામણનો બનાવ ટોપ ઓફ ટાઉન અને શિક્ષણ જગતની નિષ્ઠા સામે લાંછન લગાડતા બનાવ તરીકે જાહેર થયો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઈડીએસઈ બેઠકમાં એકા એક ગાજી ઉઠેલા પરીક્ષા ગેરરીતીના મામલામાં ચોરી કરી પકડાયેલા ૬૦ વિદ્યાર્થીઓમાંથી ૨૪ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ વિદ્યાર્થીઓમાંથી એકને પીળા પાને કોઈપણ જાતની કાર્યવાહી વગર ઉગારી લેવા માટે ઉચ્ચ પદાધિકારીઓના ફોનનો મામલો ગરમા ગરમીનું કારણ બન્યું હતું. રાજકીય પદાધિકારીઓની ભલામણથી જવાબદારો પોતે જ ગેરરીતી તરફ દોરાઈ ગયાના આ મામલે ઈડીએસઈની બેઠકમાં ઉગ્ર ગરમા-ગરમી થઈ હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં નિયમ મુજબ ચોરીમાં પકડાયેલા વિદ્યાર્થીઓને માફ કરી દેવા અને બગડતી કારકિર્દી સાફ રાખવાનો કોઈ પદાધિકારીને સત્તા જ નથી. એક વર્ષ પહેલા માસ કોપી કેસમાં પકડાયેલા ૨૪ વિદ્યાર્થીઓને ૧+૪ની સજા થઈ હતી. ગમતા વિદ્યાર્થીઓને છોડાવી લેવાના પદાધિકારીઓના પ્રયાસો નિયમના કારણે ફર્યા ન હતા જોકે આ મુદાની વધુ વાત કરીએ તો એક વર્ષ પહેલા ૨૪ વિદ્યાર્થીઓ માસ કોપી કેસમાં ઝડપાયા હતા જેમાં તમામ ૧+૪ની સજા ફટકારવામાં આવી હતી જોકે તાજેતરમાં મળેલી ઈડીએસઈમાં મોરબીના ૧ વિદ્યાર્થીને પરીક્ષા ચોરીમાં માફ કરી દેવાની રાજકિય અગ્રણીની ભલામણ  પદાધિકારીને મળી હતી જોકે યુનિવર્સિટીનાં નોમસ મુજબ માસ કોપી કેસમાં કે પરીક્ષા ચોરીમાં પકડાયેલા વિદ્યાર્થી એક ચોપડે ચડી જાય અને ત્યારબાદ સજા ફટકારવામાં આવે તો પછી તે વિદ્યાર્થી નિર્દોષ જાહેર થઈ શકે નહીં ત્યારે આ મામલામાં પોતાના માનીતા વિદ્યાર્થીને બક્ષી દેવા માટે ફોન કરનારા રાજકિય અગ્રણીને છેવટે કંઈ ઉપજયું ન હતું. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં પરીક્ષા ચોરીમાં વિદ્યાર્થીઓને માફ કરવાની કોઈ જોગવાઈ ન હોવા છતાં રાજકીય અગ્રણીના ઈશારે યુનિવર્સિટીનાં પદાધિકારીઓ ઉંધા માથે થયા હતા છતાં કાંઈ ઉપજયું ન હતુ અને આ મામલે યુનિવર્સિટીની મળેલી ઈડીએસ ઈની બેઠકમાં પણ ભારે ગરમા-ગરમી જોવા મળી હતી અને આ મામલે ડેપ્યુટી રજીસ્ટ્રારને પદાધિકારીનો ઠપકો પણ મળ્યો હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.