Abtak Media Google News

જેતપર, ખાખરેચી, માથક, રાતીદેવડી અને તીથવા બેઠકમાં અપક્ષ ઉમેદવાર હટી ગયા : રાતીદેવડી બેઠકમાં આપના ઉમેદવારે પણ ફોર્મ પાછું ખેંચ્યું

મોરબી જિલ્લા પંચાયતના ચૂંટણી જંગમાં આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ સાત ઉમેદવારોએ પોતાના પરત ખેંચ્યા છે જેમાં અપક્ષ ઉપરાંત એક આપના ઉમેદવારનો પણ સમાવેશ થાય છે, જિલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે કુલ ૧૧૬ ફોર્મ ભરાયા હતા જેમાં ગઈકાલે ૩૩ ઉમેદવારીપત્રો રદ્દ થયા બાદ આજે ૭ ફોર્મ પરત ખેંચાતા હવે ૭૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.

મોરબી રો મેદાનમાંપાલિકાના ૧૩ વોર્ડમાં ૧૩૧ ઉમેદવા

છ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા: વોર્ડ નં.૬માં સૌથી ઓછા પાંચ ઉમેદવાર, સૌથી વધુ વોર્ડ નં.૪-૧૧માં ૧૫ ઉમેદવારો 

મોરબી નગરપાલિકાના રસાકસી ભર્યા ચૂંટણીજંગમાં આજે નાટકીય રીતે કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લઈ ભાજપને બે સીટ ભેટ ધરી હતી તો વોર્ડ નંબર ૧૩ માં પણ આમ આદમી પાર્ટીએ મેદાન છોડતા આજે પક્ષ અને અપક્ષ મળી કુલ છ ફોર્મ પરત ખેંચાયા હતા અને ગઈકાલે ૩૫ ફોર્મ અમાન્ય રહ્યા બાદ ચૂંટણીજંગમાં કુલ ૪૧ લડવૈયા બાકાત થતા હવે મોરબી પાલિકાના ચૂંટણીજંગમાં ૧૩૧ ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.