Abtak Media Google News

પંજાબ નેશનલ બેંકનાં નાણા ચુક્વયાવિના નિરવ મોદી ફરાર! ઝી ટેલિફિલ્મના સુભાષ ચંદ્ર ૧૩૫૦૦ કરોડનાં બોજથી હેરાન..! IL & FSફડચામાં..! નુકસાનીના બોજ હેઠળ દબાયેલી જેટ એરવેયઝ ડાઉન, હવે ૨૦૦૦૦ કરોડના નવા પકેજની તૈયારી! ICICIબેંક, AXISબેંક ..!નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦ બે સપ્તાહ પહેલાં  પુરૂ થયું પણ વિતેલા વર્ષમાં  અખબારોના મથાળાં ઉપર જણાવ્યા પ્રમાણેના સમચારો શોભાવતા રહ્યા છે. અને છતાંયે આપણી સરકારને, દેશનાં કોર્પોરેટસને અને આમ જનતાને દેશનો વિકાસ દેખાય છે અથવા તો દેખાડવાના પ્રયાસ થઇ રહ્યા છે.

ગત વર્ષમાં એસ્સાર સ્ટીલ કબજે કરવા માટે લક્ષ્મિ મિત્તલની કંપની આર્સેલર મિત્તલે ઓફર આપી. આશરે બે ડઝન બેંકોની લોનનાં વ્યાજ તો ઠીક મુદ્દલ દેવાના વાંધા હતા. અંતે ૫૦,૦૦૦ કરોડમાં સોદો પાર પડ્યો પણ એસ્સાર વાળાએ ફરી ૫૩૦૦૦ કરોડ  ચુકવવાની તૈયારી દેખાડીને સોદો  અટકાવ્યો છે. જેટ એરવેયઝવાળા નરેશ ગોયેલ ચેરમેન પદેથી ગયા બાદ હવે રાતોરાત ફરીઆ કંપનીમાં નાણા રોકવા તૈયાર થઇ રહ્યા છે. વિદેશમાં જલસા કરી રહેલા ભારતની બેંકો વ્યાજમાં રાહત આપે તો નાણા ચુકવી દેવા તૈયાર હોવાના નિવેદનો કરે છે. જ્યારે સરકારો ચોરોને પકડવા ૨૪X૭ તૈયાર હોવાના દાવા કરે છે. છેલ્લા બે દાયકાથી દેશની ઇકોનોમી આવા કૃત્રિમ વિકાસના મોડેલ પર ચાલી રહી છે.

દેશમાં સરકારો ખેડૂતો માટે લોન માફી જાહેર કરે, હજારો કરોડ રૂપિયા માફ થાય, જેનો બોજ સરકારી બેંકો પર આવે, મોટા ગજાનાં કોર્પોરેટસ નાદારી નોંધાવે બેંકોના નાણા ફસાય.. પાછો બોજ બેંકો પર આવે, અને છતાંયે આ નાદારો પોતાની ફડચામાં ગયેલી કંપની ખરીદવા માટે નાણાની વ્યવસ્થા કરી આવે! શું આવી ઇકોનોમી દેશને વિશ્વમાં વિકસીત દેશ બનાવી શકે? જે બેંકોના નાણા ફસાય છે તે શું મધ્યમવર્ગીય પગારદારોએ બેંકોમાં મુકેલી થાપણોના વ્યાજના નથી?

દેશ આગળ વધી રહ્યો છે કારણકે આપણું કૃષિ ઉત્પાદન વધી રહ્યું છે, નવી પેઢીનું શિક્ષણનું સ્તર ઉપર આવી રહ્યું છે, ટેકનિકલ સપોર્ટ મળી રહ્યો છે, આપણું સર્વિસ સેક્ટર સુધરી રહ્યું છે પણ તેને કોર્પોરેટ સેક્ટરની ઇમાનદારીની ખાસ જરૂર છે. યાદ રહે કે સરકારી બેંકોના ઉચ્ચ અધિકારીઓની નિમણુંક નેતાઓ અને મંત્રીઓના પ્રભાવ હેઠળ જ થતી હોય છે. એજ રીતે કોર્પોરેટસને સરકારી બેંકોમાંથી અપાતી લોન પણ આવા નેતાઓના કે મંત્રીઓના પ્રભાવ હેઠળ જ મંજૂર થતી હોય છે. શું આ દેશની આર્થિક વ્યવસ્થામાં પડાયેલા છીંડા નથી? આજે વિમાન સેવા એ માત્ર લક્ઝરી સર્વિસ નથી. જો છાશવારે વિમાન કંપનીઓ ફડચામાં જશે તો આ સેક્ટરની હાલત કફોડી થશે. જેટ એરવેયઝનાં વિમાનોની ઉડાન ઘટતાં અમદાવાદ તથા રાજકોટ સહિતનાં દેશ ભરનાં લાખો પ્રવાસીઓની સુવિધામાં ઘટાડો થયો છે.

ચુંટણીઓ ટાણે રાજકારણીઓના મળતિયા પર ઇન્કમટેક્ષના દરોડા પડે, કાળું નાણું પકડાય એ વાત સારી છે, પણ દેશની બેંકોમાંથી સફેદ નાણું ગાયબ થઇ જાય અને કોર્પોરેટ્સ તેને કાળું કરીને ફરી ભારતમાં ઉતારે તો શું તે ચૂંટણીનો મુદ્દો ન હોઇ શકે?રાજકિય પક્ષો પોતાના ચૂંટણી ઢંઢેરાઓમાં બેકારી ભથ્થુ, સસ્તા અનાજ, મફત મકાન જેવા વચનો આપે છે તો શું દેશના બેંકિંગ સેક્ટરને પારદર્શી કરવાના, જનતાને પ્રમાણિક વિકાસની દિશામાં લઇ જવાના કે નેતાઓ પોતાના ખર્ચા ઓછા કરશે એવા વચનો ન આપી શકાય?

ખરેખર તો જેમ દેશ વિકાસ કરે તેમ સરકારી સંસ્થાઓને સરકારના પ્રભાવથી મુક્તિ મળવી જોઇએ. નાગરિકોની પાયાની જરૂરિયાતો માટે થતા ખર્ચ સામે તેની બચત વધવી જોઇએ. પણ આવા કોઇ પ્રાવધાનની વાત ચૂંટણી ઢંઢેરાઓમાં સ્પષ્ટ કરાતીનથી.અગાઉની સરકાર આવકવેરા વિભાગ, પોલિસ વિભાગ અને ચૂંટણી કમિશ્નરો પર પ્રભાવ કરતી હતી. આ સરકારે દાયરો વધારીને સુપ્રિમ કોર્ટ, RBI તથા CBI પર પણ નિયંત્રણ રાખવાના પેંતરા કર્યા હવે ન કરે નારાયણ અને જો વિરોધ પક્ષ ફરી સત્તા પર આવશે તો બાકી રહેલી સંસ્થાઓને પણ નિયંત્રમાં લેવાના પેંતરા
કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.