Abtak Media Google News

રણબીર કપૂર અને ‘રઈશ ગર્લ’ માહીરા ખાનનું ન્યુયોર્કમાં ડેટિંગ

બેટા (રણબીર કપૂર)ને લઈને બાપ (રીષી કપૂર)નું રીએકશન આવ્યું છે. અસલમાં ‘કપૂરબોય’ રણબીર અને ‘રઈશ ગર્લ’ માહીરા ખાન ન્યૂયોર્કમાં મોજમજા કરતા હોવાની તસવીરો વાયરલ થતાં પ્રોટેકિટવ પાપા રીષીકપૂરે કહ્યું હતુ કે જુવાન છોકરાઓ છોકરીઓ પાછળ નહી દોડે તો કોણ દોડશે?

પાપા રીષીએ આગળ કહ્યું કે રણબીર સ્ટાર છે. જુવાન છે, કુંવારો છે, તે ગમે તે છોકરીને મળી શકે છે. બની શકે કે રણબીર અને માહિરા માત્ર ન્યૂયોર્કમાં બહાર કોઈ રેસ્ટોરન્ટમાં મળ્યા હોય જયાં અંદર સ્મોકિંગની પરવાનગી ન હોય જુઓ, અમેરીકામાં સ્મોકિંગને લઈને કડક નિયમો છે. તમે જાહેર સ્થળોએ ધુમ્રપાન કરી શકતા નથી.

એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા પીઢ અભિનેતાએ કહ્યું કે આનાથી વિશેષ હૂં કશું જાણતો નથી. આ સિવાય હાલના તબકકે કશું કહી શકું તેમ નથી જુવાન છોકરાઓ છોકરી પાછળ નહી દોડે તો કોણ દોડશે? તેના પિકચર સિવાય ખાનગી જીવનમાં ડોકયું કરવું બરાબર નથી.

બાય ધ વે, રણબીર કપૂરની છેલ્લે રીલીઝ થયેલી ફિલ્મ જગ્ગા જાસૂસ ક્રેશ થઈ ચૂકી છે. તેની આગામી ફિલ્મનું નામ ‘દત્ત’ છે. જેમાં તે સંજય દત્તની ભૂમિકા ભજવી રહ્યો છે.

માહીરા ખાન પાકિસ્તાન મૂળની છે. તલાકશુદા છે અને બે બાળકોની મમ્મી છે. દર્શકો તેને શાહ‚ખખાનની ગત જાન્યુઅરીમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘રઈશ’થી ઓળખે છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.