Abtak Media Google News

શિવાજી પાર્ક મેદાનમાં રાજકીય કુરૂક્ષેત્રનો આને અંત કહેવો કે સાત કોઠાની કદરુપી લડાઇ હજુ બાકી? અને કવિ સમ્રાટ સુન્દરમના કોયા ભગતનો સંદેશો? ‘મરવા તો સર્જાયા, ચાલો મરી જઇએ રે, રૂદિયાની બળતરા કોને કહીએ રે…’

આજના દિવસે પેલી જૂની કહેવત યાદ આવે છે ‘ન જાણ્યું જાન કી નાથે સવારે શું થવાનું છે!’ સંસ્કૃત ભાષામાં આ વાકય આવું છે: ‘ન જાને જાનકી નાથ ! પ્રાત: કાલે કિં ભવિષ્ય તિ!’ (હે જાનકીનાથ, સવારે શું બનશે એની કોઇને ખબર નથી !)

નરસિંહ મહેતાની એક કાવ્ય પઁકિત એવું કહે છે કે, ‘આજની ઘડી રળિયામણી… મારો વહાલો આવ્યાની વધામણી…’

મુંબઇ-મહારાષ્ટ્રની ભૂમિ માટે આ વહાલો કોણ? ઉઘ્ધવ કે અન્ય કોઇ?

ઉઘ્ધવ ઠાકરેએ નવી સરકારના વડા તરીકે શપથ લીધા.. એમના કેટલાક સંગી- સંગાથીઓ પણ શુકનનું શ્રીફળ વધેરવાની શુભવિધિમાં સામેલ થયા. સાથી પક્ષોના નેતાઓ પણ હષોલ્લાસમાં અને જયઘોષમાં સામેલ થયા. રાજયપાલે શપથ લેવડાવીને સાચી-અર્ધસાચી શુભેચ્છા પાઠવી.

પૂર્વ મુખ્યમંત્રી ફડનવીશ અને વિવિધ મહાનુભાવો, સેલીબ્રીટીઝ અને મોટી સંખ્યામાં પ્રજાજનો- આબાલ વૃઘ્ધ નરનારીઓ પણ આ રાજકીય મહોત્સવમાં રંગેચંગે ભળ્યા…

સમાન નીતીરીતિ અને વિકાસ સહિતનાં પગલાઓની  અગ્રતા (કોમન નિતિવિષયક  કાર્યક્રમો ગઠબંધન પૂર્વે જ નિશ્ર્ચિત થઇ ચૂકયા છે. સંભવત: શરદ પવાર, ઉઘ્ધવ ઠાકરે અને સોનિયા ગાંધી માર્ગદર્શકોની ભૂમિકા ભજવશે, અને ગેર સમજુતીઓનો ઓછામાં ઓછો અવકાર રહે તે ચીવટપૂર્વક જોવાશે એમ કહેવાયું છે.

મહારાષ્ટ્ર સરકારની રચનામાં ગુંથાયેલા મહાવિકાસ ગઠબંધનના ત્રણે પ્રશ્ર્નો શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રીય  પક્ષોએ પોતપોતાના સભાસદોને સાચવી લેવામાં ઘ્યાન પરોવવું પડેશે. ત્રિપક્ષી ગઠબંધનની સરકાર રચવાની ચર્ચા ઘણા લાબા સમયથી ચાલતી રહી તે તે દરમિયાન માત્ર તમાશો જોઇ રહ્યાનો દેખાવ કરનાર ભાજપી આગેવાનોએ અંદર ખાતેથી પોતાનાી કારવાઇ ચાલુ રાખી હોવી જોઇએ.

Admin Ajax 2

આટલા મોટા તખ્ત પલટા અંગેની જરા સરખી ચણભણ પણ કોઇને આવી નથી. ભારતના અખબારી અને વીજાણું માઘ્યમોના પત્રકારો મહારાષ્ટ્ર રાજકારણના નિષ્ણાતો હોવાનો દાવો કરતા વિદ્વાનો અને રોજબરોજની ખબર રાખનાર નીરીક્ષકો બધા ઊંઘતા ઝડપાયા છે. હવે પછીના ૮-૧૦ દિવસ મહારાષ્ટ્રના રાજકારણ અને સામાજીક શાંતિ માટે અતિશય મહતવના અને જોખમી છે. કારણ કે હતાશા થયેલા પક્ષોના ટેકેદારો શેરીઓમાં ઉતરી આવીને તોફાનો જમાવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

ભાજપે સત્તાપ્રાપ્તિ માટે જીવન મરણનો જુગારી દાવ લગાવ્યો છે. અને જુના કેસરીયા જુથના મિત્રો, એકબીજાના બની ગયેલા જીવલેણ દુશ્મોમાં થી એકનો પરાભવ નકકી છે. ભાજપ આ દાવમાં નિષ્ફળ જાય તો પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ભાજપની આબરુના ચીંથરા થઇ જાય અને શિવસેના અત્યારે છે. તેના કરતાં અનેક ગણી વધારે પ્રબળ બનીને મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વનું પરિબળ બની જાય.

એક અભ્યાસી ચિંતક સમીક્ષકે કહ્યું છે એ મુજબ ભાજપના આગેવાનો એ આ પ્રકારનું જોખમી અને આત્યંતિક પગલું ભરવાનો નિર્ણય  કર્યો તેના ધણાં  કારણોમાં એક કારણ મુંબઇ શહેર પણ હોઇ શકે છે. ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ શહેરના ઉઘોગપતિઓ ચુંટણી ફંડમાં સૌથી વધારે ફાળો નોંધાવે છે. જેની રાજવટ હોય તેના ગલ્લામાં પોતાનો ફાળો આપે છે. ચુંટણી ફંડ થનારા જરા સરખો સંબંધ તોડી નાખીને અલગ પડી જનાર શિવસેનાને પાઠ ભણાવવાની ઇચ્છા પણ તેમાં કારણભૂત હોઇ શકે.પણ આ રાજરમતમાં અનિશ્વિતતા પેદા કરનાર પરિબળોની સંખ્યા એટલી મોટી કે કોણ કોને પાઠ ભણાવશે તે કહેવું આજથી ઘડીએ અશકય છે.

આપણા દેશના રાજકીય ક્ષેત્રના અત્યારે નૈતિકતા, પ્રમાણિકતા અને પવિત્રતા રહ્યા નથી એમ સખેદ કહેવું પડે છે. પક્ષાંતર કરાવવા માટે સામ, દામ, અને ભેદનો એટલી હદે આશરો લેવાય છે કે, સવારે પક્ષાંતર કરનારને સાંજે જ પ્રધાનપદ અને અઢળક નાણાં મળી જાય છે. આમાં સૌથી ગંભીર બાબતો એ છે કે એક આની ટીમ પક્ષાંતર કરતી થઇ છે. વચનો અને પ્રતિજ્ઞાઓમાં બોહુદી અને કદરુપી પીછેહઠ સામાન્ય બની ગઇ છે.

આજે રાજકીય ક્ષેત્ર મતિભ્રષ્ટતામાં ગળાડૂબ છે. રાજગાદી પ્રધાન પદ કે જબરા લાભ પામી શકાય એવા પદની લેતીદેતી કોઇને આશ્ર્ચવર્ય પમાડતી નથી.

મહારાષ્ટ્રમાં જ તાજેતરમાં રાતોરાત કાળાં ધોળા કરીને મુખ્યમંત્રી પદ અને સરકાર પ્રાપ્ત કરી લેવાની શરમજનક અને નિર્લજજ ચેષ્ટા થઇ ત્યારે આખો દેશ સ્તબ્ધે બન્યો હતો અને વડાપ્રધાને ખામોશી સેવવી પડી હતી..!

આવા બધા રાજકીય દુરાચારો વચ્ચે ખરેખરો મરો તો ગરીબોનો જ થાય છે. આપણા દેશમાં આઝાદી સાંપડયા પછી એના સૌથી સૌથી વધારે ફળ પામવાનું સૌભાગ્ય તો શ્રીમંતોને લાગવગ ધરાવતા લોકોને હરામખોરોને દંભીઓ અને પાખંડીઓને જ સાંપડયું છે. કરોડો ગરીબો આઝાદીના ફળની એક નાનકડી ચીર તો બાજુએ રહી, એનું ગોટલું સુઘ્ધા સાંપડયું નથી. એમનો ભાગ દેશને બેફામ પણે લુંટી રહેલા રાજકીય લુંટારાઓ જ ઝુંટવી લે છે. રાજકર્તાઓ એમાં ભાગીદાર બનતા રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.