Abtak Media Google News

મોટી સંખ્યામાં એકત્ર થતાં લોકોથી કોરોના જેવા વાઇરસ ઝડપથી ફેલાય છે: દ.કોરીયા

રોગના ફેલાવામાં ઘણી બાબતો અસર કરે છે

કોરોના જેવા વાયરસનો ઝડપી ફેલાવો ચર્ચમાં એકત્ર થતા લોકો થકી થાય છે. ડીગુ નામના શહેરમાં ચર્ચમાં એકઠા થયેલા લોકોથી કોરોના વાયરસનો ફેલાવો વઘ્યો હતો તેમ દ.આફ્રિકાના સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ અને પ્રિવેન્શને જણાવ્યું હતું. જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સહીતના નિષ્ણાંતોએ આ અર્થઘટન નબળુ હોવાનું જણાવ્યું હતું.

વર્લ્ડ હેલ્થ ઓગે્રનાઇઝેશન જણાવે છે કે જયાં હજારો લોકો એકઠા થતા હોય ત્યાં એક જ સોર્સમાંથી રોગનો ચેપ વધી શકે છે. ફેલાવો થઇ શકે છે.

અનય વ્યકિતની સરખામણીએ જે વ્યકિત ચેપનો ઝડપથી ફેલાવો કરે છે તેને સુપર સ્પ્રેડર (ચેપ ઝડપથી ફેલાવનારા) કહેવાય છે. વાયરસ  નિષ્ણાંતો જો કે કહે છે કે આવા પુરાવા હજુ મળ્યા નથી.

વ્યકિત કે ઘટના બંનેથી ચેપ લાગે છે કોઇપણ વ્યકિત કે હજારો લોકો એકઠા થતા હોય તેવી ઘટનામાં પણ ચેરી રોગનો ફેલાવો વધી શકે છે. નવા કોરોના વાયરસ જેવા વાયરસના ફેલાવાનો આધાર પર્યાવરણ અને વસ્તી પર પણ હોય છે. જેમાં કેવી વ્યકિત છે? તેનામાં કેવા તબકકે રોગ, ચેપ છે અને એ વાતાવરણમાં તેણે કેટલો સમય ગાળ્યો વગેરે બાબતો પણ મહત્વની છે. આપણે બધા સરખા હોતા નથી તેમ લંડનની ઇમ્યારીયલ કોલેજના એપીડેમાયોલોજીના પ્રો. ક્રિષ્ટા ડોનેલીએ જણાવ્યું હતું કે આપણાં  દરેકની રોગ પ્રતિકારક  શકિત, આપણી વર્તણુંક વગેરે અલગ અલગ હોય છે. આપણે કેટલાને ચેપ લાગડાશું તેને આ બધી બાબતો અસર કરે છે ફેલાવા માટે સ્થળ, સમય ઉપરાંત જૈવીક અને આપણી વતર્ણુક પણ મહત્વના છે.દ.કોરીયામાં કોરોનાનો ફેલાવોએ ટેકનીકલમાં ડુપર સ્પ્રેડર નથી પણ કેસોનું જુથ છે.

સિંગાપોર, ફ્રાંસ, બ્રિટન, જર્મની અને અન્ય વિસ્તારોમાં ચેપ અસરગ્રસ્તો અંગે પુછવામાં આવતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રવકતાએ જણાવ્યું હતું કે કોવિદ-૧૯ ના ઝડપથી ફેલાવા માટે માટ આવી ચેપ ફેલાવતી ઘટનાઓ સંકળાયેલી હોવાના પુરાવા મળ્ય નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.