Abtak Media Google News

યુ ટયુબના એક વીડિયો થકી ૪૦ વર્ષથી ગુમ મણિપુરના એક વ્યકિતનો મુંબઇમાં પત્તો લાગ્યો: પરિવારજનો સાથે હરખભેર મિલન

આપણે સૌ જાણીએ છીએ કે ફેસબુક, ગુગલ, વોટસ એપ, યુ ટયુબ જવા સોશ્યલ મીડીયાના માઘ્યમોના સારા અને નરસા એમ બંને પાસા છે. હા, કેટલાક અંગે સોશ્યલ પ્લેટફોર્મ હાનિકારક નીવડતા હોય છે પરંતુ તે ખરાબ જ છે એવું માની લેવાય નહી કારણ કે તાજેતરમાં યુ ટયુબના એક વિડીયોએ ૪૦ વર્ષથી ગુમ એક વ્યકિતને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.

વર્ષ ૧૯૭૮માં ખોમડ્રામ ગંભીરસિંહ નામનો વ્યકિત મણિપુર રાજયની રાજધાની ઇમ્ફાલ માંથી તેના પરિવારથી ગુમ થઇ ગયો હતો અને આજસુધી ખોમડ્રામને શોધવામાં તેના પરિવારજનો નિષ્ફળ રહ્યા હતા. પરંતુ યુ ટયુબ એક આશિર્વાદરુપ માઘ્યમ બન્યું હોય તેમ એક વિડીયો થકી ખોમડ્રામનું શુક્રવારે તેના પરિવાર સાથે ૪૦ વર્ષ પછી મિલન થયું હતું.

દરઅસલ, ખોમડ્રામ મુંબઇમાં જુના હિંદી ફીલ્મના ગીતો ગાઇ રહ્યો હતો તેનો આ વિડીયો ફીરોઝ સાકીર નામના એક ફેશન ડીઝાઇનરે ઉતારી યુ ટયુબમાં અપલોટ કર્યો હતો. આ વિડીયો મુંબઇથી ૧૮ ઓકટોમ્બર ૨૦૧૭મા યુ ટયુર પર મુકાયો હતો. જેને ખોમડ્રામના પરિવારજનોએ થોડા દિવસો પહેલા જોયો અને મુંબઇમાં શુક્રવારે ખોમડ્રામ સાથે ભેટી પડયા.

ખોમડ્રામના પરિવારજનોએ કહ્યું કે, તે ગુમ થયો ત્યારથી આજ સુધી તેના પાછા આવવાની અમે રાહ જોઇ રહ્યા હતા. વીડીયો જોતા પશ્ર્ચિમ ઇમ્ફાલના એસએસપી થેમથીંગ નગાસાંગ્વાએ મુંબઇ-બ્રંાદ્રા પોલીસે સાથે સંપર્ક કરી ખોમડ્રામની જાણકારી મેળવી હતી. ખોમડ્રામ ગંભીરના ભાઇ કુલચંદ્રાએ કહ્યું કે, વિડીયો જોઇએ હું રડી પડયો હતો અને મારા ભાઇનો વિડીયો યુ ટયુબ પર અપલોડ કરવા બદલ હું ફીરોઝ સાકીરનો આભાર માનું છું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.