Abtak Media Google News

તાજેતરમાં સબ ટીવીની ફેમસ સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના એક એપિસોડ પર એક શીખ સમુદાય દ્ધારા આપત્તિ વ્યક્ત કર્યા પછી શોમાં બબીતાનો રોલ પ્લે કરનાર મુનમુન દત્તા એ સ્પષ્ટતા કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, મુનમુન દત્તાએ કહ્યું કે, શોમાં સોઢીનો રોલ પ્લે કરનાર ગુરુચરણ પોતે શીખ સમુદાયનો છે અને તે પોતે પણ શોમાં કંઇ એવું કહેતા નથી જેથી કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોચે.

મુનમુન દત્તાએ કહ્યું કે, મને ખૂબ સારી રીતે યાદ છે કે, એપિસોડ શૂટ કર્યા પછી સોઢીએ કહ્યું હતું કે, ગુરુ ગોવિંદ સિંહજીનો રોલ પ્લે કરવાની અનુમતિ કોઈને નથી. ત્યારબાદ ખાલસાનો રોલ ફિલ્માવામાં આવ્યો હતો અને અમે ટીવી પર તે જ બતાવ્યું છે. બબીતા ઉર્ફે મુનમુન દત્તાએ કહ્યું કે, જે લોકો આ એપિસોડ અથવા શોની વિરુધ્ધ ફરિયાદ કરી રહ્યા છે. તેમને હું કહેવા માંગુ છુ કે, આ એપિસોડ ફરીથી જોવો. તેમાં સોઢી કહે છે કે, આ તેમનો ખાલસા છે. તેમણે કહ્યું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની ખાસ વાત એ છે કે, તેમાં દરેક ધર્મ, જાતિ, સંસ્કૃતિ અને સમુદાયના લોકોને સામેલ કરે છે.

મુનમુન દત્તાએ કહ્યું કે, અમારો હંમેશાથી એવો પ્રયત્ન રહ્યો છે કે, અમારા કોઈપણ ડાયલોગ અથવા અભિનય કોઈની ધાર્મિક ભાવનાને નુકસાન પહોચાડે નહિ. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શિરોમણી ગુરુદ્ધારા મેનેજમેન્ટ કમિટીએ ઈશનિંદક થવાનો આરોપ લગાવ્યો છે અને સિરીયલને બંધ કરવાની માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.