Abtak Media Google News

ઠંડકનો એક સ્ત્રોત જે દરેકને ખૂબ જ પ્રિય છે. ઘણા બારેમાસ ખાય તો ઘણા ઉનાળામાં તો ખાસ ખાય છે. તેવો આ એક આઇસ્ક્રીમ કોન. ત્યારે હાલ લોકડાઉનના આ સમયમાં બાળકોને કઈ નવી પ્રવૃતિ કરાવી તે એક મોટો પ્રશ્ન છે. તો માતા-પિતાનો આ સવાલ આજે તમારા બાળકને વ્યસ્ત આ કળાથી કરી દયો. તેને પણ એવુજ લાગશે કે આ તો સાચે એક ખૂબ સુંદર  અને સાચો આઇસ્ક્રીમ કોન જ છે. આ પદ્ધતિ એકદમ સરળ છે જે તમારા બાળકને અવશ્ય વ્યસ્ત કરી નાખશે. આ આઇસ્ક્રીમ એટલે તે ખાવાનો નહીં પણ ઘરમાં પડેલી અનેક વસ્તુમાંથી બનાવતો અને તમારા બાળકની કળાને નિખારતો આ આઈસ્ક્રીમ છે.

આ આઇસ્ક્રીમ બનાવાની સામગ્રી:-

  • કાગળની રીબીન
  • રંગો
  • ગ્લૂ
  • ટીશ્યુ
  • જૂના શર્ટના બટન
  • સેલોટેપ
  • કાર્ડ બોર્ડ કે જૂના કાર્ડ

આ આઇસ્ક્રીમ બનાવાની રીત:-

  • સૌ પ્રથમ જૂના કાર્ડ કે ઘરમાં પડેલા કાર્ડ બોર્ડને લ્યો અને તેને કોનના આકારમાં વાળો. ત્યારબાદ બંને છેડાને ગ્લૂથી લગાવો. જો તે પહેલેથી રંગીન હોય તો તેને રંગો નહીં બાકી કોનના રંગ પ્રમાણે રંગો.
  • આ થયા બાદ કાગળની અલગ-અલગ પટ્ટી કાપો અને તેને રંગો અથવા તો કા રંગીન સેલોટેપનો ઉપયોગ કરો.
  • પછી ટીશ્યુ લ્યો તેને બનાવેલા કોનના માપમાં વચ્ચે ગ્લૂ સાથે ચોટાડો.
  • કોન અને આઇસ્ક્રીમ થયા બાદ તેને સેલોટેપ કે રંગીન પટ્ટી સાથે તેને સજાવો.
  • આખો કોન બન્યા બાદ અંતે તેના પર જૂના બટન લગાડો અને કાગળની નાની પટ્ટીથી તેને ચેરી બનાવો અને તેને સજાવો. તો તૈયાર છે તમારી બાળકની કળાથી બનાવેલો એક એકદમ સુંદર આઇસ્ક્રીમ કોન તૈયાર છે.

તો આ રીતે આઇસ્ક્રીમ બનાવો અને તમારા બાળકને તમારી સાથે રાખી રાજામાં પોતાની કળા ઉજાગર કરતાં શીખડાવો અને આ ટેસ્ટી આઈસ્ક્રીમ ખવડાવો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.