Abtak Media Google News

બોલિવુડમાં જ્યારે ફેશનની વાત આવે ત્યારે ‘કપૂર’ હંમેશાને માટે આગળ પડતા રહ્યા છે. સૌ પહેલાં કરિના કપૂર (કરિના કપૂર ખાન)નું નામ લેવાતું ત્યાર બાદ ઇન્ડસ્ટ્રીને સોનમ કપુર તરીકે નવી ફેશન આઇકન મળી. અને જ્યારે લોકો સોનમ કપૂર થા તેની બહેન રિયાને અંતિમ કક્ષાના સ્ટાઇલ આઇકન માની રહ્યા હતા ત્યારે હવે બોલિવુડ ન નવી સ્ટાર ડિવા મળવાની તૈયારી લાગી રહી છે તેવું જણાય રહ્યું છે.

જો તમને તેનું નામ ન જાણતા હો તો તમને જણાવી દઇએ કે સંજય કપુર અને મહિપ કપુરની દિકરી ‘સનાયા કપૂર’ અત્યારથી જ પ્રખ્યાત સ્ટાર બાળક બની ચૂકેલી છે. આ ૧૭ વર્ષની શનાયા તેના અલગ જ સ્તરના ફેશન માટે બધે ચર્ચાનો વિષય બની ચુકી છે. તેની ફેશનના સ્તરને જોતા એ વાતમાં જરા પણ શંકા નથી કે તે સોનમ કપૂરને પગલે ચાલી આવતી બીજી નવી ફેશન આઇકન બની જશે. આમ, પણ જ્યારે ફેશનની વાત આવે એટલે ‘કપૂર બહેનો’ હંમેશા અન્યથી ચઢિયાતી જ સાબિત થતી હોય છે.

શનાયા કપૂરે હજુ બોલિવુડમાં પગપેસારો નથી કર્યો તે પહેલાં જ તેના મિત્ર વર્તુળમાં ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે તથા શાહરૂ ખખાનની પુત્રી સુહાના ખાનનો સમાવેશ થાય છે. ઉપરાંત શનાયા તેના ઇન્ટાગ્રામ પર પણ ખૂબ જ આકર્ષક ફોટો મુકતી રહે છે. તેની વય પ્રમાણે તે ખૂબ પ્રભાવશાળી અને વલણવાળી છે.

તમે પણ જુઓ આ નવી ફેશન ડિવાના કેટલાંક ખૂબ સુરત ફોટો :-

– આકર્ષક મેક્સી ગાઉનમાં આ કલરમાં તે મનમોહક લાગી રહી છે.

– કાળા રંગના શીર લેસ ટોપમાં તે દરેકની નજરોને પોતાના પર કેન્દ્રિત કરી રહી છે.

– સૌથી વધુ સ્ટાઇલિશ આમાંથી કોને પસંદ કરવું.

– કેઝ્યુઅલ દેખાવમાં તેનો એક ફોટો……

– તેની મિત્રો સાથે મોજ માગતી શનાયા બિકીનીમાં….

– ઇન્ટાગ્રામ પરનો તેનો એક આકર્ષક ફોટો

– માત્ર નજરથી જ કોઇને ઘાયલ કરી દે આવી મારણ આંખોથી બચીને રહેજો…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.