રિટાયર્મેન્ટ, મૃત્યુ કે પ્રમોશનથી ખાલી પડેલી જગ્યાઓ ભરવાની જવાબદારી કોની?

કેન્દ્ર સરકારમાં ૬.૮૩ લાખ જગ્યાઓ ખાલી!!!

લોકસભામાં મોદી સરકારનો જવાબ કેન્દ્રની ૩૮.૦૨ લાખ મંજુર જગ્યામાંથી ૩૧.૧૮ લાખ જગ્યાઓ ભરાયેલી

તત્કાલીન સરકારો દ્વારા બે દાયકા જેવા લાંબા સમય સુધી સરકારી નોકરીઓમાં નવી ભરતીઓ ભરવા પર પ્રતિબંધ મુકયો હતો. જેના કારણે હાલમાં મોટાભાગની સરકારી કચેરીઓમાં સ્ટાફની કમી જોવા મળી રહી છે. વર્તમાન કેન્દ્ર અને રાજય સરકારે આ અધિકારી કર્મચારીઓના રીટાર્યમેન્ટ, મૃત્યુ કે પ્રમોશનથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા છેલ્લા થોડા સમયથી પ્રયાસો તે જ કર્યા છે. તેમ છતાં હાલમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં મંજુર થયેલી ૩૮,૦૨,૭૭૯ જગ્યાઓમાંથી ૩૧,૧૮,૯૫૬ જગ્યાઓ ભરાયેલ એટલે કે હજુ ૬,૮૩,૮૨૩ સરકારી જગ્યાઓ ખાલી પડેલી છે. આ વિગતો લોકસભામાં કેન્દ્રીય કર્મચારી રાજય મંત્રી જીતેન્દ્રસિહે એક અહેવાલમાં આપી હતી.

ખર્ચ વિભાગના પગાર અને સંશોધન એકમના વાર્ષિક અહેવાલને ટાંકીને,જિતેન્દ્રસિંહે નીચલા ગૃહને લેખિત જવાબમાં જણાવ્યું હતું કે,૧ માર્ચ, ૨૦૧૮ સુધીમાં કેન્દ્ર સરકારમાં  ૬,૮૩,૮૨૩ ખાલી જગ્યાઓ છે. આ જગ્યાઓ નિવૃત્તિ, રાજીનામું, મૃત્યુ, બઢતી વગેરેના કારણે થાય છે અને ખાલી પડેલી જગ્યાઓ સંબંધિત મંત્રાલયો, વિભાગો, સંગઠનો દ્વારા ભરતીના નિયમો અનુસાર ભરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ખાલી જગ્યાઓ ભરવી એ એક નિયમિત પ્રક્રિયા છે જે વર્ષ દરમિયાન મંત્રાલયો, વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ અને ભરતી એજન્સીઓના એક્શન કેલેન્ડરના આધારે છે. ચાલુ વર્ષ ૨૦૧૯- ૨૦ દરમિયાન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી), સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) અને રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડ (આરઆરબી) ની ત્રણ ભરતી એજન્સીઓએ લગભગ ૧.૩૪ લાખ જગ્યા પર ભરતી માટે ભલામણો કરી છે. જવાબમાં જણાવાયું છે કે, આરઆરબી દ્વારા સૌથી વધુ ૧,૧૬,૩૯૧ ભલામણો કરવામાં આવી હતી, એસએસસી દ્વારા ૧૩,૯૯૫ અને યુપીએસસી દ્વારા ૪,૩૯૯ ભલામણો કરવામાં આવી હતી. વધુમાં, એસએસસી, આરઆરબી, પોસ્ટલ સર્વિસ બોર્ડ અને સંરક્ષણ મંત્રાલય જેવી ભરતી એજન્સીઓ સંરક્ષણ નાગરિકોની ૨૭,૬૫૨ ખાલી જગ્યાઓ સહિત ૩,૧૦,૮૩૨ ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયામાં છે,તેમ આ જવાબમાં જણાવ્યું છે.  વધુમાં આ જવાબમાં જણાવાયું છે કે તાજેતરમાં, બધા મંત્રાલયો, વિભાગોને વિવિધ મંત્રાલયો, વિભાગો અને તેમની સાથે જોડાયેલી, ગૌણ કચેરીઓમાં હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે સમયમર્યાદાત્મક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.”ભરતી પ્રકિયા ઝડપી બનાવવા માટે ભરતી એજન્સીઓ કમ્પ્યુટર આધારિત ઓનલાઇન પરીક્ષણમાં ફેરવામાં આવી  છે, નોન-ગેઝેટેડ પોસ્ટ્સ માટેનો ઇન્ટરવ્યુ બંધ કરી દેવામાં આવ્યો છ.ે અને ઉમેદવારોના પૂર્વવર્તીઓની બાકી વેરિફિકેશનની નિમણૂક કરવામાં આવી રહી છે,” એમ જણાવ્યું હતું.

Loading...