Abtak Media Google News

રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત એસોસિએશનના ઉપપ્રમુખ હોવાથી કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્તિ ન થઇ

ગુજરાત આઇપીએસ ઓફિસર્સ એસોસિએશન છેલ્લા પાંચ માસથી પ્રમુખ વિહોણું બન્યું છે. ડીજીપી એચ.પી.સિંધ નિવૃત થતા અને વધારાના ડીજીપી રાકેશ આસ્થાના સીબીઆઇમાં ડેપ્યુટેશન પર નિમણુંક થતા તેઓ કેન્દ્રમાં જતા રહ્યા બાદ રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત એસોસિએશનના ઉપપ્રમુખનો હોદો ધરાવે છે પણ તેઓને કાર્યકારી પ્રમુખનો ચાર્જ સોપવામાં આવ્યો ન હોવાથી આઇપીએસ એસોસિએશન છેલ્લા પાંચ માસથી ધણીધોળી વિનાનું બન્યું છે.

ગત માર્ચ માસમાં ડીજીપી એચ.પી.સિંધ નિવૃત થયા બાદ વધારાના ડીજીપી રાકેશ આસ્થાનાને આઇપીએસ એસોસિએશનના પ્રમુખ બનાવવામાં આવે તે દરમિયાન તેઓને સીબીઆઇમાં ડેપ્યુટેશન પર નિમણુંક આપવામાં આવી હોવાતી તેઓ ગુજરાત છોડી દિલ્હી જતા રહ્યા છે.

તાજેતરમાં જ આઇપીએસ એસોસિએશનમાં પ્રમુખની વરણી કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી તેમાં ૧૬૫ જેટલા સભ્યો ગેર હાજર રહ્યા હોવાથી આઇપીએસ એસોસિએશનના પ્રમુખની વરણી થઇ શકી ન હતી. આઇપીએસ અધિકારીઓના પ્રશ્ર્નો સરકારમાં રજુ કરવાની એસોસિએશનના પ્રમુખ જવાબદારી સંભાળતા હોય છે. છેલ્લા પાંચ માસથી આઇપીએસ એસોસિએશનના પ્રમુખનો હોદો ખાલી હોવાથી અત્યારે આઇપીએસ અધિકારીના પ્રતિનિધિત્વની આગેવાની લેનાર કોઇ નથી.  આઇપીએસ એસોસિએશનની ચૂંટણી ન થાય ત્યાં સુધી એસોસિએશનના ઉપપ્રમુખને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવતા હોય છે. એસોસિએશનના ઉપપ્રમુખનો હોદો હાલ રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત ધરાવે છે અને તેઓને એસોસિએશનના પ્રમુખ બનાવવાની કાર્યવાહી પુર્ણ ન થતા હાલ એસોસિએશનના પ્રમુખનો હોદો ખાલી પડયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.