કોણ, શુ કામ કોલ કરી રહ્યું છે? તે પણ જણાવી દેશે ટ્રુકોલરનું નવી ફીચર

ટ્રુકોલરે નવી સુવિધા લોકો સમક્ષ મૂકી છે જે હવે કોણ? શુ કામ? કોલ કરે છે તે પણ જણાવી દેશે. નવી સુવિધાનું નામ કોલ રિઝન રખાયું છે. આ સુવિધા હેઠળ વપરાશકર્તાઓ કોલિંગ કરવા માટેનું કારણ સેટ કરી શકે છે. કોલ આવે ત્યારે થતમે કોલ કરવાનું કારણ શું છે તે જાણી શકશો.

આ નવી સુવિધા બધા એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે આપવામાં આવી છે. એપ્લિકેશનને પ્લેસ્ટોરમાં ઉપડેટ કરવાથી કોલ રિઝન સુવિધા મળશે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે કોલ કરવા પહેલાં તમે જે નોંધ લખશો તે કોલ જેને કરાયો છે તેને સ્ક્રીન પર આઈડીમાં દેખાશે, જ્યાં નામ અને અન્ય વિગતો દેખાશે.

Loading...