Abtak Media Google News

સામાન્ય માણસો માટે કાયદો અને વગદાર માટે વ્યવસ્થા જેવી શહેર પોલીસની
બેધારી નીતિ

સરકારે દંડના માધ્યમથી ફંડ એકઠું કરવા પોલીસને હવાલો આપ્યો?

ટ્રાફિક પોલીસને મદદના બદલે બોજારૂ બનેલા ટ્રાફિક વોર્ડન

શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વધુને વધુ વિકટ બની રહી છે. ત્યારે પોલીસ સ્ટાફ દ્વાર ટ્રાફિક સમસ્યાના નિવારણના બદલે ટ્રાફિકના નિયમ અને વ્યવસ્થા વધુ ગુચવાડો સર્જે જેવી રીતે કામગીરી કરી પ્રજાને ટ્રાફિક નિયમથી જાગૃત કરવાના બદલે વાહન ચાલક તમામ નિયમમાં હોય તો પણ તેની પાસેથી કંઇ રીતે દંડ વસુલ કરવો તેવા હીન ઇરાદા સાથે ટ્રાફિકની કામગીરીથી છેલ્લા કેટલાક સમયથી પોલીસની છબી વધુ ખરડાઇ રહી છે.

રાજકોટની ટ્રાફિક સમસ્યા એટલે કુરૂક્ષેત્રના મેદાનમાં સાત કોઠા વિંધવા જેવી સ્થિતી રહી છે. યોગ્ય પાર્કિગના અભાવે આડેધડ પાર્કિગના કારણે રસ્તા રોકાયા રહે છે. રસ્તા પર પાર્ક કરાયેલા વાહનો પોલીસ દ્વારા ટોઇંગ કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે છે પણ ફૂટપાથ પર ચાની કીટલી કે થડા રાખીને દબાણ કરનાર સામે કાર્યવાહીમાં પોલીસ અને કોર્પોરેશન તંત્ર ઘૂમટો તાણી રહ્યા હોય તેમ કાર્યવાહી કરવાનું ટાળે છે.

ટ્રાફિક દંડમાંથી જ સમગ્ર પોલીસ સ્ટાફનો પગાર કરવાનો હોય તેમ તમામ વાહન ચાલકને કોઇને કોઇ બહાને દંડ વસુલ કરી સરકાર માટે પોલીસ ફંડ એકઠું કરતા હોય તે રીતે પીયુસી, લાયસન્સ, આરસી બુક, હેલ્મેટ સહિતના મુદે દંડ વસુલ કરીને જ વાહન ચાલકને જવા દેવામાં આવે છે.

ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન માટે દંડ વસુલ કરે તેની સામે શહેરીજનોને વિરોધ કે વાંધો નથી પણ દંડ વસુલ કરતા પહેલાં પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવતા વર્તનના કારણે વાહન ચાલક અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના રોજીંદી બની ગઇ છે. ટ્રાફિક પોલીસની મદદ માટે ટ્રાફિક વોર્ડનની ભરતી કરવામાં આવી છે. ટ્રાફિક વોર્ડન ટ્રાફિક નિયમન માટે સહકાર આપવાના બદલે ટ્રાફિક સમસ્યામાં વધારો કરતા હોય તેમ પોતે જ સમગ્ર શહેરના ટ્રાફિકનું નિયમન ટ્રાફિક વોર્ડન કરતા હોય તે રીતે દોઢ ફોજદાર જેવા રૂઆબ સાથે વાહન ચાલકને વિના કારણે હેરાન પરેશાન કરી પોલીસની છાપ બગાડવામાં ટ્રાફિક વોર્ડન કોઇ કસર છોડતા ન હોય તેવું સ્થિતી સાથે ટ્રાફિક સમસ્યા નિવારવા વોર્ડન મદદરૂપ નહી પણ બાધારૂપ બની ગયા છે.

ફરજમાં વારાફરતી વારો તારા પછી મારો ગ્રૃપ ડીસકશનDsc 9629

શહેરની મધ્યમાં અને પોલીસ કમિશનર કચેરી પાસે જ આવેલા જિલ્લા પંચાયત ચોકમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડન ગૃપ ડીસકશન માટે એકઠા થયા હોય અને કોઇ નિતી વિષયક ગહન ચર્ચામાં હોય તે રીતે ચર્ચામાં વ્યસ્ત હોવા છતાં કોઇ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેમ આઇ-વે પ્રોજેકટમાં ન જોયુ તેવો સવાલ થઇ રહ્યો છે.

ફરજ પર પર્સનલ કામ?

Dsc 9665

યાજ્ઞિક રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ ખાતે ફરજ બજાવતા ટ્રાફિક વોર્ડન પોતાની શું ફરજ છે તે પોતે જ ભુલી ગયા હોય તેમ પોતાના પ્રશનલ કામમાં વ્યસ્ત હોય તે રીતે મોબાઇલમાં જ વ્યસ્ત બન્યા છે.

મોબાઇલને માન ફરજમાં બેધ્યાન

Dsc 9646

સિવિલ હોસ્પિટલ ચોક એટલે શહેરની સૌથી વધુ ગુચડાડો સર્જે તેવી ટ્રાફિક અને વાહન ચાલકોને સરળતાથી પસાર થતા પહેલાં પરસેવો પાડવો પડે તેવી સ્થિતી હોવા છતાં ટ્રાફિક વોર્ડન મોબાઇલમાં ગુચવાયેલા રહેતા હોવાથી ટ્રાફિક સમસ્યા વધુ જટીલ બની છે.

નો પાર્કીગનો ભંગ કરતુ ટોઇંગ વાહન

Dsc 9642

શહેરની પ્લેટીનીયમ હોટલ પાસે નો પાર્કીગના બોર્ડ પાસે જ ટોઇંગ વાહન ટ્રાફિક પોલીસે પાર્ક કરી નિયમની ઐસી કી તૈસી કરી છે. આને કોણ સમજાવે અને આનો કોણ દંડ વસુલ કરે?

ટ્રાફિક મેમો આપનાર જ નિયમથી અજાણ!

4 9

ટ્રાફિક નિયમના ભંગ બદલ હાજર દંડ વસુલ કરવા માટે અપાતો મેમો કેવા કેસમાં આપવો તે વાહન ચેકીંગમાં આવતા પી.એસ.આઇ. એન.બી.ડોડીયા અજાણ લાગે છે. એરપોર્ટ પાસેના એનસીસી નજીક કોઇ ચોક કે ટ્રાફિક સિગ્નલ ન હોવા છતાં એક મેમો ફાડી ટ્રાફિક સિગ્નલ ભંગની કલમ એમવીએકટ ૧૯૯ લગાવવામાં આવી છે. ખાટલે મોટી ખોટ છે ત્યારે શહેરની ટ્રાફિક વ્યવસ્થા કંઇ રીતે સુદ્રઢ બને તેવો સવાલ થઇ રહ્યો છે. 

કેકેવી ચોકમાં પ્રવેશ બંધ પણ પોલીસનું પાર્કિંગ અકબંધ

Dsc 9671

કે.કે.વી.ચોકમાં ટ્રાફિક વ્યવસ્થા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને જમણી સાઇડ તરફ વળવાની મનાઇ કરવામાં આવી છે તેમજ પ્રવેશ બંધનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. આ બધા નિયમ સામાન્ય નાગરિક અને વાહન ચાલક જ છે. ટ્રાફિક પોલીસ તો ગમે ત્યાં પોતાનું વાહન પાર્ક કરે

ટ્રાફિક જામ થવાનું મુખ્ય કારણ આ રહ્યું

Dsc 9657

શહેરમાં ટ્રાફિક જામની અવાર નવાર સ્થિતી સર્જાય છે. તેના માટે ટ્રાફિક પોલીસ જ બેધ્યાન રહેતા હોવાનું મુખ્ય કારણ તસવીરમાં સાબીતી આપી રહ્યું છે.

આમા કયાંથી ટ્રાફિક  સમસ્યાનું નિરાકરણ થાય?

Dsc 9650

શહેરના કે.કે.વી.ચોક એટલે ટ્રાફિકથી ધમધમતો ચોક ત્યાં ગમે તેટલા ટ્રાફિક પોલીસ અને વોર્ડનને ફરજ પર મુકો તો પણ ટ્રાફિક સમસ્યા હલ કરવી માથાનો દુ:ખાવો છે ત્યાં ટ્રાફિક પોલીસ અને વોર્ડન ડાયરો જમાવીને ચર્ચામાં વ્યસ્ત દેખાય છે.

ટ્રાફિક વોર્ડન મોબાઇલમાં મસ્ત પ્રજા ટ્રાફિકથી ત્રસ્ત

Dsc 9672

ત્રિકોણ બાગ ખાતે ટ્રાફિક સમસ્યાના નિવારણની કામગીરી સાઇડમાં મુકી પોતે જ સાઇડમાં જઇ મોબાઇલમાં વ્યસ્ત બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.