Abtak Media Google News

ફિલ્મ નિર્દેશક મુધુર ભંડાકરની હત્યાની સાજિસના આરોપમાં મુંબઈની સેશન કોર્ટે બોલીવુડની અભિનેત્રી પ્રિતી જૈનને ત્રણ વર્ષની સજા સંભળાવી છે. પરંતુ કોર્ટ સાક્ષીના અભાવના કારણે ગવળી ગેંગના બે શુટરોને છોડી મુક્યા હતા.

કોર્ટે પ્રિતી જૈનને ત્રણ વર્ષની સજા સાથે 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. પ્રિતી જૈન એ જ અભિનેત્રી છે જેણે મધુર ભંડારકર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.કોર્ટે પ્રિતી જૈનના બે સાથી નરેશ પરદેશી અને શિવરામ દાસને પણ ત્રણ-ત્રણ વર્ષની સજા સંભળાવી છે.

પ્રિતી જૈને મધુર ભંડારકર પર બળાત્કારનો આરોપ લગાવ્યાના એક વર્ષ બાદ 2005માં નરેશ પરદેશી સાથે મળી મધુર ભંડારકરને મારવાનો પ્લાન બનાવ્યો હતો. જેના માટે પ્રિતી જૈને પરદેશીને 75 હજાર રૂપિયા આપ્યા હતા. જ્યારે કામ ન થયું ત્યારે પ્રિતી જૈને પૈસા પાછા આપવાની માંગ કરી. ત્યારે તેની જાણકારી ગવળીને મળી જેણે પોલીસને એલર્ટ કરી  હતી.આ મામલે પોલીસે 10 સપ્ટેબંર, 2005માં કેસ દાખલ કર્યો હતો. કેસ દાખલ કરતાની સાથે જ પોલીસે પરદેશીની ધરકપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.