Abtak Media Google News

નાફેડના ચેરમેન તરીકે વાઘજીભાઇ બોડા મગફળીની ખરીદી અને ગોડાઉનની વ્યવસની જવાબદારીમાંથી છટકી શકે તેમ ની: વાઘાણી

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ આજરોજ કમલમ ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકારોને સંબોધતા માંગણી કરી છે કે, નાફેડના ચેરમેન વાઘજી બોડા સામે મગફળી ખરીદી તેમજ ભેળસેળ અંગેની ગેરરીતી બાબતે ફોજદારી રાહે પગલા લેવા જોઇએ અને તેઓ કોંગ્રેસના આગેવાન હોય તેમજ કોંગ્રેસ તરફી વિધાનસભાની ચૂંટણી લડેલા હોય કોંગ્રેસ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માંગે છે કે કેમ ? તેનો કોંગ્રેસે ખુલાસો કરવો જોઇએ.

મગનલાલ ઝાલાવાડીયા પણ કોંગ્રેસના આગેવાન છે જેમની પણ આ બાબતે ધરપકડ કરવામાં આવી છે તો તેમને પણ કોંગ્રેસ હજી સુધી પાર્ટીમાંથી સસ્પેન્ડ કેમ નથી કરતી ? કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતા આ બાબતે જવાબ આપે.

જીતુભાઇ વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, નાફેડના ચેરમેન તરીકે વાઘજીભાઇ બોડા મગફળીની ખરીદી અને ગોડાઉનની વ્યવસની જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી. મગફળીની ખરીદીમાં કોઇ ગેરરીતી થઇ હોય તો કૃષિમંત્રીએ તથા સરકારી અધિકારીઓએ તેમને પગલા લેવા કહ્યું છતાંય વાઘજીભાઇએ કેમ પોલીસ ફરીયાદ કરી નહી ?

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી ગુજરાતની ભાજપા સરકારે તાત્કાલિક ધોરણે જવાબદારો સામે ફોજદારી ફરીયાદો કરીને કડક પગલા લીધા છે. અત્યાર સુધીમાં કુલ ૨૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા કોઇપણને સરકાર છાવરવા માંગતી નથી તેવી સ્પષ્ટતા પણ કરી છે.

વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગયા વર્ષે મગફળીનો મબલખ પાક યો હતો ત્યારે મગફળીનો બજાર ભાવ ઘટીને ૬૦૦ રૂપિયા સુધી પહોચી ગયો હતો ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતહિતનો ઐતિહાસિક નિર્ણય લઇ ૯૦૦ રૂપિયાના ભાવે ૯ લાખ ટન મગફળીની ખરીદી કરી હતી. ત્યારે કોંગ્રેસ માત્ર જુઠ્ઠાણાઓ ફેલાવી ખોટા આક્ષેપો દ્વારા  ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.