એવા ક્યાં સંસ્કાર છે જેના બીજ બાળપણમાં જ વાવવા જરૂરી છે…!!

190

બાળક એ કુમળા ફૂલ જેવા હોય છે તેને ખૂબ નાજકાતાથી સાચવવાના હોય છે. એને જ્યારે તેનામાં થોડી થોડી સમાજ આવે છે ત્યારે દરેક બાબતને જોઈને અવલોકન કરીને તેનું અનુકરણ કરતાં હોય છે. પરંતુ વર્તમાન સમય એટલે કે ડિજિટલ યુગમાં બાળક જન્મતાની સાથે જ યાંત્રિક ઉપકરનોનું આદિ બનતું જાય છે. પહેલા જ્યારે બાળક ઘોડિયામાં સૂતું ત્યારે દાદીમા કે મમ્મી તેને હાલરડાં ગાઈને પ્રેમથી સુવડાવતા હતા પરંતુ અત્યારે કોઈ પાસે એવો સમય નથી કે બાળકને સાચવે અને તેમાં સંસ્કારોનું સિંચન કરે . તેની જગ્યા હવે લેપટોપ કે મોબાઈલે લીધી છે. જેને જોઈને અને જેની સાથે રમીને બાળક મોટું થઇ રહ્યું છે.

આવા સમયે આપણે સંસ્કારની વાત કરીએ તો થોડું અજુગતું તો લાગશે પરંતુ એ વાત કરવી પણ જરૂરી છે કે બાળકમાં નાનપણથી જ કેવા સંસ્કારોના બીજ વાવવા જરૂરી છે જે તેને તેના ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરે છે.

બાળક નપાનથી જ માતા પિતાને ઘરના વડીલોને અને ઘરની બહાર પણ વડીલોને સંમન્ન આપતા જોશે તો આપોઆપ એ સંસ્કારનું સિંચન થયી જાય છે જરૂર માત્ર એટલી છે કે બાળકને પણ એવું કરવાનું શિખડાવવવું જોઈએ.

તમે જ્યારે પણ ઘરની બહાર બાળક સાથે નીકળો છો ત્યારે સામે મળતા મોટેરાઓને સન્માન આપી તેને કેમ છો? પૂછીને ખાલી રામ રામ કરશો તો પણ સામેના વડીલના ચહેરા પર લાખોની કિંમતની સ્માઇલ આવે છે અને દિલથી અમુલ્ય એવા આશીર્વાદ અને દુઆઓ આપે છે જે આપણને કપરા સમયમાં ખૂબ ઉપયોગી પણ થાય છે.

એક વાત કહેવાની ઈચ્છા થાય છે….

રવિવારના એ દિવસની વાત છે જ્યારે હું મારા મમ્મી પપ્પા સાથે ફરવા ગઈ હતી અને એક પાર્કમાં ગયા હતા અને ત્યાં અચાનક પપ્પાએ ઊભા રહી સામે મળેલા વાદળને હાથ જોડી નમષ્કાર કર્યા અને પગે પણ લાગ્યા. અને તે વડીલ ખૂબ ખુશ થયી ગયા અને જુગ જુગ જીવો, ધંધામાં ખૂબ પ્રગતિ મેળવો તેવા આશીર્વાદ આપ્યા. અને મમ્મી એ પણ તેવું જ કર્યું અને મમ્મીને પણ એ વડીલે ખૂબ દિલથી આશીર્વાદ આપ્યા હતા. અને અમે આગળ ચાલતા થયા. આ બધુ જોઈને મને તો કઈ સમજણું નઈ તેમ છતાં મે તે બંનેને પૂછ્યું કે તમે એ દાદાને ઓળખો છો? તો તે બંને એ કહ્યું કે ના ખાસ તો નથી ઓળખતા પણ ક્યાક જોય હોય એવું લાગ્યું. તો મને પણ આશ્ચર્ય થયું કે આ રીતે કોઈ અજાણ્યા સાથે વાત કરાય.? મમ્મી તો ખુદ મને અજાણ્યા સાથે વાત કરવાની ના કહેતા હોય છે ને.અને આ જ સવાલ મે તેમણે પણ કર્યો અને તેઓએ ખૂબ સરસ સમજવ્યું કે વડીલના આશીર્વાદ ખૂબ કિંમતી હોય છે અને તેને ક્યારેય અવગણવા જોઈએ એટ્લે જ જ્યારે પણ કોઈ વડીલ મળે ત્યારે તેને મન સન્માનથી પગે લાગી નમષ્કાર કરવા જોઈએ. તેનાથી તેમણે એવું લાગશે કે કોઈ પરિચિત મળી આવ્યું છે અને બે ઘડી દિલથી વાતો કરે છે. બસ આટલા જ પ્રેમની જરૂર હોય છે મોટેરાઓને.

ત્યાર પછી તો અમે ત્યથી ફરીને નીકળી ગયા પરંતુ ત્યારની એ શીખ હજુ સુધી મને કામ લાગે છે અને દરેક મોટેરાઓના આશીર્વાદ આશીર્વાદ જાણે મને ફળ્યા હોય તેમ આજે જીવનમાં કોઈ એવી વિકટ મુશ્કેલીનો સામનો કરવાનો વારો નથી આવ્યો. અને આટલું જ કરવાથી વડીલોના ચહેરા પર જે ખુશી જાઉં છું ને ત્યાં જ મને મારામાં એ સંસ્કારોનું સિંચન કરવા વાળા મારા માતા પિતા પ્રત્યે પણ મન થયી આવે છે.

અને હું અત્યારે જ્યારે હું એક પેરેન્ટ્સ છું ત્યારે હું પણ મારા બાળકમાં આ સંસ્કારનું બીજ વાવવાનું નથી ચૂંકી અને એટલે જ એ સોસાયટીના દરેક દાદા દાદીનો લાડકવાયો બની ગયો છે.

Loading...