Abtak Media Google News

ભારતીય ચલણ એટલે રૂપિયો જેની કિમમત હંમેશા અમેરિકન ડોલરની કિમમતથી અંકાય છે. પરંતુ તેની તુલના એ રૂપિયો હમેશા નબળો જ આવે છે અને ડોલરની કિમમત વધુ હોય છે. પરંતુ આજે અહી એક એવી વાત કરવી છે જેનાથી તમને પણ ભારતીય રૂપિયાની કિમત સમજાશે.

વિશ્વના કેટલાક એવા પણ દેશ છે જ્યાં ભારતીય નાણું અનોપચારિક રૂપથી ઉપયોગમાં લેવાય છે. જેમાં ભૂટાન , બાંગલાદેશ , માલદીવ અને નેપાળનો સમાવેશ થાય છે.

એક દેશ એવો પણ છે કાયદાકીયા રીતે પણ ભારતીય ચલણને ચલણમાં લેવામાં આવે છે. એ દેશ એટલે ઝિમ્બાબ્વે જ્યાં રૂપિયાને આપ-લે માટે ઉપયોગમાં લેવાય છે.કોઈ પણ દેશનું ચલણ તેની આયાત નિકાશ પર પણ નિર્ભર હોય છે તેવું જ કઈક ઝિમ્બાબ્વે સાથે થયું છે. જેમાં ભરણી નિકાસના કારણે ભારતીય ચલણ ત્યાં કાનૂની બન્યું છે.

2014થી ઝિમ્બાબ્વેમાં ભારતનો રૂપિયો અમલમાં આવ્યો છે જેનું મુખ્ય કારણ હાઇપર ઈન્ફલેશન છે. જેના કારણે ઝિમ્બાબ્વેની મુદ્રામાં ભારે અસર થયી અને 2009માં એ દેશ દ્વારા પોતાની મુદ્રા જ બંધ કરી હતી. ભારતીય રૂપિયા સિવાય અમેરિકન ડોલર, ઓસ્ટ્રેલિયન ડોલર, ચીનના યુયાન, જાપાની યેન,દક્ષિણ આફ્રિકન રેંદ, બ્રિટિશ પાઉન્ડનો પણ સમાવેશ થાય છે.

નેપાળમાં પણ એક રૂપિયાની કિમમત ત્યના ચલણ કરતાં વધુ થાય છે. એક રૂપિયાની કિમમત 1.60 રૂપિયા થાય છે.   

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.