આમાં કોંગ્રેસનો કયાંથી મેળ પડે:  નહેરૂની પ્રતિમા સાફ કરવા ૫ કાર્યકરો જ હાજર !

નોંધપાત્ર જનાદેશ હોવા છતાં સંગઠન શકિતનાં અભાવે કોંગ્રેસ સતત વિખરાઈ રહી છે. રાજકોટમાં જેટલા નેતા છે તેટલા કોંગ્રેસનાં જુથ છે તે વાત સૌ કોઈ જાણે છે. દેશનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલનહેરૂની પુણ્યતિથિ આજે છે ત્યારે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં જવાહરલાલ નહેરૂની પ્રતિમાને સાફ કરવાની તસ્દી પણ ભાજપનાં શાસકો દ્વારા લેવામાં આવી ન હોય આજે કોંગ્રેસ દ્વારા પ્રતિમા સાફ કરવા માટેનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા માત્ર પાંચ કાર્યકરો જ હાજર રહ્યા હતા.  મુખ્ય એક પણ હોદેદાર દેખાયા ન હતા.

કાર્યક્રમ પ્રમાણમાં સારો અને કોર્પોરેશનનાં ભાજપનાં શાસકોને ઉધડા લઈ લે તેવો હતો પરંતુ સંગઠન શકિતનાં અભાવે વધુ એક વખત કોંગ્રેસમા રખાઈ ગયું હતું. કોર્પોરેશન કચેરીમાં જ દેશનાં પૂર્વ વડાપ્રધાનની પ્રતિમાને સાફ કરવા જેવા કાર્યક્રમમાં પણ માત્ર પાંચ જ કાર્યકરો ઉપસ્થિત રહેતા તેની કોઈએ નોંધ પણ લીધી ન હતી.

Loading...