Abtak Media Google News

ઘનતેરસના દિવસે ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો તેથી તેને ઘનતેરસ તરીકે ઉજવવામાં આવે છે દિવાળીના બે દિવસ પહેલા ઘનતેરસને ઉજ્વવામાં આવે છે આ દિવસે લોકો ઘરેણાં તેમજ વાસણોની ખરીદી કરે છે આ વર્ષે ૫ નવેમ્બર ૨૦૧૮ના રોજ ઘનતેરસ આવે છે. આ તહેવાર દર વર્ષે કાર્તિક માસની કૃષ્ણ પક્ષી તેરસના રોજ માનવમાં આવે છે. આ દિવસે ભગવાન કુબેર અને ધન કી દેવી માતા લક્ષ્મીની આરાધના કરવામાં આવે છે . તેમની પૂજા કરી, ધનવાન બનાવવા માટેની પ્રાર્થનાકરવામાં આવે છે.Dhanteras

ઘનતેરસ પૂજા મુહુરત- સાંજે ૬:૦૫ વાગ્યાથી ૮:૦૧ વાગ્યા સુધી

સમયગાળો- ૧ કલાક ૫૫ મિનિટ

પ્રદોષ કાળ – ૫:૨૯ વાગ્યાથી ૮:૦૭ વાગ્યા સુધી

વૃષ્ભ કાળ – ૬:૦૫ થી ૮: ૦૧ વાગ્યા સુધી

શા માટે ભગવાન ધનવંતરીનું પૂજન કરવું મહત્વનું છે?

શસ્ત્રો અનુસાર દરિયા મંથન દરમિયાન દરમિયાન ત્રિઓદશીના દિવસે ભગવાન ધનવંતરી પ્રગટ થયા હતા, તેથી આ દિવસને ઘનતેરસ કહેવાય છે. ધન અને વૈભવ આપનાર આ ત્રયોદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

માન્યતા છે કે આ દિવસે ખરીદેલી કોઈ પણ વસ્તુ શુભ ફળ આપે છે અને લાંબા સમય સુધી ચાલે છે. પરંતુ જો ભગવાનની પ્રિય વસ્તુ પિત્તળની ખરીદી થાય તો તેના તેર ગણો વધુ લાભ થાય છે

જાણો કેવી રીતે પૂજા માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાઈ:

સૌથી પહેલા માટીનો હાથી અને ધનવંતરી(લક્ષ્મી)  માતાનો ફોટો સ્થાપિત કરો.

ચાંદી અથવા તાંબાની ચમચીથી પાણી અર્પિત કરો.

ભગવાન ગણેશની પૂજા કરો.

હાથમાં ફૂલ રાખીને લક્ષ્મી માતાની સેવા કરો.

માનવામાં આવે છે કે ધનતેરસના દિવસો પૂજાના સમયે આ મંતવ્યનું કરવું એ સારા ફળ મળે છે-

देवान कृशान सुरसंघनि पीडितांगान, दृष्ट्वा दयालुर मृतं विपरीतु कामः पायोधि मंथन विधौ प्रकटौ भवधो, धन्वन्तरि: स भगवानवतात सदा नः ॐ धन्वन्तरि देवाय नमः ध्यानार्थे अक्षत पुष्पाणि समर्पयामि…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.