Abtak Media Google News

સ્માર્ટ સિટીના ૧૪૦૦ કરોડના કામો થયા નથી:સાગઠીયા-કાલરીયા

રાજકોટ મહાપાલિકાના વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટને ૧૦ માસ જેવું થયું છે ત્યારે રાજકોટ મ.ન.પા.ના ભાજપના શાસકો રાજકોટની જનતાની સુવિધા, સુખાકારી, જીવનજરૂરી સેવા અને મનોરંજન માટે શાસકપક્ષ ભાજપે રાજકોટની જનતાને ઉલટા ચશ્માં પહેરાવ્યા છે માત્ર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વાહવાહી કરવા સિવાય રાજકોટ મનપાના શાસકોએ કશી જ નક્કર કામગીરી કરેલ નથી તેમજ રાજકોટની જનતાની સુવિધા માટે વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં રાજકોટ મહાનગરપાલિકાએ ૫૬ યોજનાઓ મંજુર કરી હતી. તેમ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને ઉપનેતા મનસુખભાઈ કાલરીયાએ જણાવ્યું હતું.

તેઓએ ઉમેયું હતું કે ગત તા.૧૯/૦૨/૨૦૧૯ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦નું  રૂ.૨૧૨૬.૧૦ કરોડનું બજેટ મંજુર કરવામાં આવેલ હતુશાસકો દ્વારા ૭૦% બજેટના આયોજનમાં  દર્શાવેલ કામો પૂર્ણ થશે તો અમો શાસકોને બહુમાન કરવાનું પણ જાહેરાત કરી હતી પરંતુ ૨૧૧૬.૧૦ કરોડના બજેટ સામે ૩૫૦ કરોડ જેવી રકમ મનપાના અધિકારી-કર્મચારીના પગાર કરવામાં આવે છે.

તા.૩૧/૧૨/૨૦૧૯ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાને મહેસુલી આવક ૬૯૨.૯૭ કરોડની સામે ૪૯૨.૨૨ કરોડ ની થયેલ છે અને મૂડી આવક ૧૩૧૧.૦૨ કરોડ ની સામે ૩૦૩.૭૬ કરોડ જેટલી નજીવી આવક થયેલ છે આ આંકડાઓ સ્પષ્ટ એ સૂચવે છે કે આ બજેટમાં અંદાજ પ્રમાણે કામગીરી કરેલ નથી તેમજ શાસકોની અણઘડ આવડતને કારણે રાજકોટની જનતા પર ખોટા બોજા આવી રહ્યા છે.

આ ૫૬ યોજનાઓ કુલ રૂ.૨૦૫.૩૭ કરોડ ના ખર્ચ થવાનો અંદાજ હતો જે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં મંજુર થયેલ તમામ યોજનાઓ સત્વરે પૂર્ણ થાય અને રાજકોટની જનતાને સગવડતા, સુવિધા મળી રહે તે માટે સુચવેલ ૫૬ યોજનાઓ માંથી ૩૦ યોજનાઓ ના કામ બાબતે કશી જ કામગીરી કરવામાં આવેલ નથી.

રાજકોટ મહાનગરપાલિકાએ સ્માર્ટસીટીના નામે રૂ.૧૪૦૦ કરોડ ના કામોમાં નોંધપાત્ર અને નક્કર કામગીરી કરવામાં આવેલ નથી તેમજ રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા ઘણા બધા બજેટમાં આજી રિવરફ્રન્ટ ના નામે મત લેવામાં આવે છે પરંતુ રિવરફ્રન્ટ આજદિન સુધી કાગળ ઉપર જ છે તેમજ રાજકોટ તેમજ રાજકોટની જનતાને આ વર્ષે ચુંટણીઓ આવતી હોય તેથી નવી ચીગમ આપવાના કારસ્તાન ભાજપના શાસકો કરી રહ્યા છે જેવું કે કમિશ્નર દ્વારા જુદા જુદા કરવેરા પ્રજા ઉપર નાખવામાં આવશે અને રાજકોટની પ્રજાને સારું લગાડવા ભાજપના શાસકો કમિશ્નર દ્વારા કરવામાં આવેલ જાહેરાતને પાછી ઠેલવશે, રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા દરેક ચુંટણીવર્ષના બજેટ બોર્ડમાં આવીરીતે રાજકોટની પ્રજાને વિશ્વાસમાં લઇ અને પછી તેમની ઉપર વિશ્વાસઘાત કરવામાં આવે છે તાજેતરમાં એક માસ પૂર્વે ૨૫ કરોડની ગ્રાન્ટ મોન્સુન રસ્તાની કામગીરી માટે સરકાર માંથી આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.