તું ક્યાં ચાલી ફરી ?

94

વર્ષો પછી સંભળાયો

મને એકલતમાં એક સાદ

ખોવાયો ફરી હું તેના,

વિચારોમાં એક વાર

દરેક પળ તેની હતી મારે સંગાથ

તો તું કેમ ફરી ચાલી એક વાર ?

ક્યાં શોધું તને?

ક્યાં જાવ તારા વગર હું?

કારણ,

તારી લાગણીમાં ભીંજાયો હતો

તારી વેદનામાં ખોવાયો હતો

તારી અનુભૂતિથી ઓળખાયો હતો

તારી સાદગીથી  સરખાયો હતો

બસ જોવું છું હવે રાહ તારી

કારણ,

તારા વગર લાગે

મારી જિંદગી ખાલી-ખાલી

મારી ભૂલોને હું સ્વીકારી

તને આવકારું આ આંગણે વારી-વારી.

Loading...