Abtak Media Google News

લોભામણી જાહેરખબર, સેલિબ્રિટી યુઝ વધુ, મફત અને સસ્તાને કારણે બિનજરૂરી ખરીદી થઈ જાય છે

આપણે જયારે ખરીદી કરીએ છીએ ત્યારે માત્ર ખરીદી જ કરીએ છીએ જે પ્રોડકટ કે વસ્તુ લઈ રહ્યા છીએ તે શું છે ? તે અંગે આપણે જાણકારી મેળવવાની સહેજ પણ તસ્દી લેતા નથી. કયારેક શોપીંગ કરતી વખતે આપણે એવી કેટલીક બિનજરૂરી વસ્તુઓની ખરીદી કરી લેતા હોઈએ છીએ જે વસ્તુનો ઉપયોગ આપણે હાલ કરવાના જ નથી પરંતુ છતાં પણ આપણે તે વસ્તુ લઈને તેનો સંગ્રહ કરી દઈએ છીએ જે યોગ્ય આદત નથી તો કેટલાક લોકોને ખાસ કરીને મહિલાઓને શોપિંગ મેનીયા હોય છે એટલે કે જો તેઓ બે ચાર દિવસે, અઠવાડિયે કે પંદર દિવસે એક વાર શોપિંગ કરવા ન જાય તો તેને ગમતુ નથી તો બીજી તરફ જયારે કોઈ વ્યકિત ટેન્શનમાં હોય તો પણ તે શોપીંગનો રસ્તો યુઝ કરી ટેન્શન ફ્રી થાય છે પરંતુ આ પ્રકારની ખરીદીની કુટેવ કયારેક નુકસાનકારક પણ સાબિત થાય છે.

આપણે જયારે ખરીદી કરવા જઈએ છીએ ત્યારે એક ગ્રાહક તરીકે એવી કોઈ ક્ધઝયુમર પ્રોડકટ યુઝ કરીએ છીએ જેની કિંમત ઓછી હોય અને છતાં પણ તે આપણા સર્કલમાં ખુબ જ પ્રચલિત હોય. જોકે કિંમતને લઈને કયારેક આપણે તેની કવોલિટી સાથે પણ કોમ્પ્રોમાઈઝ કરી લઈએ છીએ. કયારેક કેટલીક પ્રોડકટનો પ્રચાર સેલિબ્રિટી દ્વારા કરવામાં આવે છે. જેનાથી આકર્ષાઈને પણ ખરીદી થઈ જાય છે. આ તો થઈ માત્ર આકર્ષણ, કિંમત અને વધુ વસ્તુથી લલચાઈને ખરીદી થઈ જાય છે તેની વાત પરંતુ જયારે આપણે ખરીદી કરીએ છીએ ત્યારે જે-તે પ્રોડકટની બનાવટ કે મેન્યુફેકચર ડેટ, એકસપાયરી ડેટ અંગે કયારેક ધ્યાનથી વાંચ્યું છે ખરું ?

જયારે આપણે કોઈપણ પ્રોડકટની ખરીદી કરતા હોઈએ ત્યારે તેના પર લગાવાયેલુ લેબલ આપણે કયારેય વાંચતા નથી. તેમાં કયા કયા ઈન્ગ્રીડીયન્સનો ઉપયોગ થયો છે અને કેટલા પ્રમાણમાં તે વસ્તુઓ નાખવામાં આવી છે કે પછી તેમાં નેચરલ કે ઓર્ગેનિક મટીરીયલ કે પછી લોકલ મટીરીયલનો ઉપયોગ થયો છેકે તે જોવાની કે વાંચવાની તસ્દી પણ કયારેય લેતા નથી. ફુડ અને અન્ય પ્રોડકટમાં આપણે માત્ર કિંમત, વજન અને એકસ્ટ્રાને જ ધ્યાનમાં રાખીએ છીએ. જો કયારેક એવી કોઈ પ્રોડકટ આપણે ખરીદીએ કે જે ખરેખર એક જ પીસમાં હોવી જોઈએ અને તેના પેકેટમાં જ ટુકડા થઈ ગયા હોય તો ખરેખર તે પ્રોડકટ આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે કે કેમ તેની પણ આપણને જાણ હોતી નથી તો બીજી તરફ ખુબ મોટી બ્રાન્ડ કયારેક તેની કંપનીના વર્કસ માથે દોષનો ટોપલો ઢોળી દે છે જેમાં ખાસ કરીને ફ્રુટ અને વેઝીટેબલનો સમાવેશ થાય છે.તેઓ એવું કહે છે કે, સપ્લાયર્સની એક ચેઈન હોય છે તેમની ફેકટરીમાંથી જયારે કોઈપણ વસ્તુ નીકળે છે ત્યારે ગ્રાહકને ઉપયોગી જ હોય છે પરંતુ તેમના સુધી પહોંચતા તે ખરાબ થઈ જાય છે.

હવે વાત કરીએ કપડાની ખરીદીની. કયારેક આપણે ખરીદી શહેરની ખુબ જ પ્રચલિત જગ્યાએ જઈએ છીએ. જયારે આપણે પાર્ટી વેર ખરીદવા જઈએ ત્યારે તેની ખરીદી સ્ટ્રીટ ડ્રેસમાંથી કરીએ છીએ જે યોગ્ય નથી. માર્કેટમાં ખુબ જ મોટી સંખ્યામાં બ્રાન્ડેડ કપડા મળે છે તો બીજી તરફ હેન્ડમેઈડ પ્રોડકટ પણ માર્કેટમાં અવેલેબલ હોય છે પરંતુ તે હાથ બનાવટના હોવાથી થોડાક મોંઘા હોય છે અને તેની સરખામણીમાં અન્ય કપડા સસ્તા હોય છે. જોકે, આપણે પસંદનો હેન્ડમેઈડ લોકલ બ્રાન્ડના કપડા જ કરીએ છીએ પરંતુ કિંમત વધુ હોવાથી આપણી પસંદગી તરત જ બદલાઈ જાય છે.

અત્યારે ઓનલાઈન શોપંગનો ક્રેઝ વધી રહ્યો છે અને મહદઅંશે તે યોગ્ય પણ છે પરંતુ આપણી નજીકની જગ્યાએ જ મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય અને તેમાં મોટી સંખ્યામાં બ્રાન્ડેડ પ્રોડકટ મળતી હોય તો તેમાંથી જ ખરીદી કરવાનું પસંદ કરીએ છીએ. આ પ્રકારના ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં પર્સનકેર, બેબીકેર અને હોમ કેરની તમામ વસ્તુઓ મળતી હોય છે જેનો આપણે રોજબરોજ ઉપયોગ કરી શકીએ છીએ માટે જ હવે જયારે પણ ખરીદી કરવા જાઓ ત્યારે તેના પેકેટ પર ધ્યાન જરૂર આપજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.