Abtak Media Google News

વર્ષ ૨૦૧૯ માં બોક્સ ઓફિસ પર ધમાલ મચશે. એક તરફ બેટલ ઓફ સારાગઢી પર બેઝ ફિલ્મ ‘કેસરી’ હોળી પર દર્શકોને રંગવાની છે તો બીજી તરફ, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘Brahmastra’ ૧૫ ઓગસ્ટે રિલીઝ થશે. બંને ફિલ્મો કરણ જોહરના બેનર હેઠળ બનશે. કરણ જોહરે તેમના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મના ટાઈટલની જાહેરાત કરી છે. Brahmastra એક ફેન્ટસી એડવેન્ચર ફિલ્મ હશે. જેને ત્રણ ભાગોમાં બનાવવામાં આવશે. ફિલ્મનો પ્રથમ ભાગ ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ રીલીઝ કરવામાં આવશે. આ મલ્ટી સ્ટારર ફિલ્મ અયાન મુખર્જી ડિરેક્ટ કરશે. આ ફર્સ્ટ ટાઈમ હશે કે આ ત્રણ સ્ટાર્સ એકસાથે ફિલ્મમાં નજર આવશે.

તમને જણાવી દઈએ કે, અયાન મુખર્જી આ ફિલ્મનું નામ ડ્રેગન રાખવા માંગતા હતા. ફિલ્મ વિશે વાત કરતા એક ઇન્ટરવ્યૂમાં અયાને કહ્યું હતું કે, ફેન્ટસી એડવેન્ચર ટ્રાયલોજી સીરીઝમાં તેમનો સુપરહીરો કંઇક એવી શક્તિઓ રાખે છે જેનો સંબંધ આગ સાથે છે. આ કારણે તે પહેલા ફિલ્મનું નામ ડ્રેગન રાખવા માંગતા હતા પરંતુ હવે આ કોન્સેપ્ટ પર કામ પૂર્ણ થયા પછી તેમણે આ ફિલ્મનું ટાઈટલ બ્રહ્માસ્ત્ર રાખવાનો નિર્ણય કર્યો. જો કે,આ ફર્સ્ટ ટાઈમ થઇ રહ્યું છે કે, કોઈ ફિલ્મ શરુ થવા પહેલાથી તેના ૩ ભાગો પર નિર્ણય થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.