Abtak Media Google News

ગામના જાગૃત નાગરિક દ્વારા તમામ સત્તાવાળાઓને લેખીત રજૂઆત

રાજુલા તાલુકાના ભેરાઇ ગામ એટલે રાજુલાની સ્થાપના પહેલાંનું  જુનાગઢ સ્ટેટ  વખતનું ભેરાઈ ગામ છે. આ ગામની શાળા ૧૯૪૯માં ભગવાનદાસ ગોકળદાસ વોરા વણિક પરિવાર મુંબઈ દ્વારા ૮૦ વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી જે તે વખતે ૧૦ ધોરણ સુધીની આ શાળા હતી ૮૦ વર્ષ વર્ષ  સમય થયો  હાલ આ નળિયા તૂટી જવાથી શાળામાં પાણી પડે છે તેમજ લાકડાના વળી વાસા સંપૂર્ણ ચડી ગયા છે. દરવાજાના બારણાં પણ તૂટી ગયા છે.

વર્ષોથી  રીપેરીંગ થયું નથી. હાલ આ બિલ્ડીંગ પડે તેવી સ્થિતિમાં છે. આ શાળામાં ૪૫૦ વિદ્યાર્થી છે ૧૧ શિક્ષકો છે આઠ રૂમ છે પરંતુ બિસ્માર હાલતમાં છે. આચાર્ય અશ્વિનભાઈ દવેએ જણાવ્યું કે, તાલુકા કક્ષાએ શિક્ષણ શાખામાં નવા બિલ્ડિંગ કરવાની દરખાસ્ત મોકલવામાં આવી છે. હાલ શાળા કોરોનાની  મહામારીને કારણે વિદ્યાર્થીઓ આવતા નથી માત્ર શિક્ષકો શાળામાં બેસે છે.

પરંતુ નવું બિલ્ડીંગ બનાવવું જરૂરી છે. આ અંગે રાજુલા તાલુકા શિક્ષણ અધિકારી એચડી વાઢેરનો સંપર્ક સાધતાં જણાવ્યું કે, બિલ્ડીંગની હાલત ખરાબ ના કારણે સ્થળ તપાસ કરી દરખાસ્ત શાળા મારફત આવી હતી તે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલી દેવામાં આવી છે. નવું બિલ્ડીંગ મંજૂર થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે સત્વરે આ બિલ્ડિંગ નવું થાય તે માટે ભેરાઇ ગામના વતની અને સામાજિક કાર્યકર ચેતનભાઈ વ્યાસે તમામ સત્તાવાળાઓને પત્ર દ્વારા જાણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.