જિમમાં એક્સરસાઇઝ કરતી વખતે ક્યારે ઇન્જરી આવે છે?

297

જિમ-એક્સરસાઇઝ ખૂબ જ ઉપયોગી છે, પરંતુ જો એને સમજ્યા-વિચાર્યા વગર કરો તો ઇન્જરી વાની શક્યતા છે; કારણ કે આ એક્સરસાઇઝ મશીન સો કરવાની હોય છે : રિસર્ચ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં જિમ-ઇન્જરીઝમાં ૩૫ ટકાનો વધારો થયો છે ત્યારે જાણીએ કે કોને જિમમાં ઇન્જરી તી હોય છે અને એનાથી બચવા શું કરવું જોઈએ

ફિટનેસનું ધ્યાન રાખવું દરેક વ્યક્તિ માટે અત્યંત જરૂરી છે અને એ ફિટનેસ માટે એક્સરસાઇઝ મહત્વની છે. એક્સરસાઇઝ કરવાના ઘણા જુદા-જુદા પ્રકાર છે જેમાંથી એક પ્રકાર છે જિમિંગ.

જિમ-એક્સરસાઇઝમાં મોટા ભાગે જે વસ્તુઓ આવે છે એ છે કાર્ડિયો મશીન્સ અને વેઇટલિફ્ટિંગ. કોઈ પણ વ્યક્તિ જિમ શરૂ કરે એની પાછળ જુદાં-જુદાં કારણો હોય છે. એક એવો વર્ગ છે જે પોતાનું વજન ઉતારવા માગે છે, એક એવો વર્ગ છે જે પોતાનું વજન વધારવા માગે છે અને એક એવો વર્ગ છે જે બોડી બનાવવા માગે છે તો એક એવો વર્ગ પણ છે જે ફિલ્મસ્ટાર્સી અભિભૂત થઈને જિમ ચાલુ કરે છે. કારણ કોઈ પણ હોય, ટેક્નિકલી જોઈએ તો કાર્ડિયો-એક્સરસાઇઝ અને વેઇટલિફ્ટિંગ બન્ને શરીર માટે અત્યંત જરૂરી અને ફાયદો પહોંચાડતી એક્સરસાઇઝ છે. પરંતુ જ્યારે એને સમજ્યા- વિચાર્યા વગર મશીન્સના સહારે કરવામાં આવે ત્યારે શરીરમાં તકલીફો ઊભી થઈ શકે છે. આજકાલ જ્યાં જિમ જવા માટે એક વર્ગ ક્રેઝી થઈ રહ્યો છે તો એક વર્ગ એવો પણ ઊભો થઈ રહ્યો છે જે જિમ નહીં જવા માટેની પેરવી કરી રહ્યો છે. આ વર્ગમાં સામાન્ય લોકો જ નહીં; ઘણા હેલ્થ પ્રોફેશનલ્સ,  વેઇટલોસ પ્રોગ્રામ હેન્ડલર, ફિઝિયોથેરપિસ્ટ અને ડાયટિશ્યનનો પણ સમાવેશ થાય છે.  જિમ-એક્સરસાઇઝથી ઇન્જરીનું રિસ્ક ઘણું વધે છે એવું એ વર્ગનું માનવું છે જેથી તેઓ જિમ ન જ કરવું જોઈએ એવી સલાહો આપે છે. જોકે અત્યારે આપણે જે ઇન્જરીની વાત કરવાના છીએ એ ફક્ત સ્નાયુઓ અને હાડકાં સંબંધિત જ ઇન્જરી છે. કયા લોકો જિમમાં ઇન્જરી પામે છે? ઇન્જરી થવા પાછળ કયાં કારણો જવાબદાર છે? આ પ્રશ્નોના જવાબ આજે મેળવીએ.

રિસર્ચ

અમેરિકાની અર્કાન્સસ યુનિવર્સિટીના રિસર્ચ મુજબ છેલ્લાં પાંચ વર્ષોમાં જિમ-ઇન્જરીઝમાં ૩૫ ટકાનો વધારો થયો છે, જેની પાછળનાં કારણો પણ ઘણાં જ રસપ્રદ છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું કે લોકો જિમમાં એક્સરસાઇઝ તો એક કલાક જ કરે છે, બાકીનો સમય આખો દિવસ જેમનું પોશ્ચર ખરાબ હોય અવા તો કહીએ કે ખોટું હોય તેમને જિમમાં ઇન્જરી વાની શક્યતા ખૂબ જ વધી જાય છે; કારણ કે જેમનું પોશ્ચર ખોટું છે તેમનું સમગ્ર મસ્ક્યુલોસ્કેલેટલ સ્ટ્રક્ચર જ નબળું હોય છે. નબળા સ્ટ્રક્ચર સાથે જ્યારે તમે વજન ઉપાડો કે વધુ ઍક્ટિવિટી કરો તો તમારા શરીરમાં ઇન્જરીનું રિસ્ક વધી જ જાય છે. આ સિવાય રિસર્ચમાં બીજું પ્રમુખ કારણ જે જોવા મળ્યું એ મુજબ લોકો વગર વિચાર્યે થોડા સમયમાં ઘણું વધુ કરવાનું વિચારે છે. તેઓ સમજતા નથી કે થોડા દિવસમાં ઘણું વધુ આગળ વધી જવું બરાબર નથી. શરીરને એ એક્સરસાઇઝ માટે તૈયાર કરવું જરૂરી છે. જલદી ગોલ્સ અચીવ કરવાના ચક્કરમાં મોટા ભાગના લોકો ઇન્જરીનો ભોગ બને છે.

ઓબીસ કે ઓવરવેઇટ

આ એક એવો વર્ગ છે જે જિમ એટલે જાય છે કે એ વજન ઉતારવા માગતો હોય છે. મોટા ભાગે ઓબીસ લોકો બેઠાડુ જીવન જીવતા હોય છે. આ બેઠાડુ જીવન જીવતાં-જીવતાં તેમના સ્નાયુઓ નબળા પડે છે. જ્યારે અચાનક જ તે એક્સરસાઇઝ શરૂ કરે ત્યારે તેમના નબળા સ્નાયુઓને લીધે સાંધાઓ પર વધુ માર પડે છે. વધુ માર પડવાને લીધે ઇન્જરી વાની શક્યતા વધી જાય છે. આ બાબત સમજાવતાં ફોર્ટિસ હોસ્પિટલ, વાશીના ક્ધસલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જ્યન ડોકટર કહે છે, અમારી પાસે મોટા ભાગે આવા દરદીઓ આવે છે જે વજન ઉતારવાના ચક્કરમાં આવી ઇન્જરી કરી બેસે છે. મહત્વનું એ છે કે આવા દરદીઓએ એટલે કે જે ઓબીસ છે અને જેમને એક્સરસાઇઝનો કોઈ અનુભવ ની તેમણે એકદમી જિમ જોઇન ન કરવું જોઈએ. પહેલાં તેમણે એ માટેની તૈયારી કરવી જરૂરી છે. એ માટે પહેલાં સાદું વોકિંગ અને પછી બ્રિસ્ક વોકિંગ કરી શકાય. ડાયટી થોડું વજન ઓછું કરવું જોઈએ, કારણ કે વધુ વજનનો પૂરો ભાર ઘૂંટણ પર આવે છે. એને કારણે કાર્ટિલેજ ડેમેજ ઈ શકે છે. અમારી પાસે ઘૂંટણની ઇન્જરીવાળા આવા ઘણા દરદીઓ આવતા હોય છે જે ખૂબ જ સામાન્ય ઇન્જરી છે અને ઘણા લોકોને થાય છે.

વેઇટલિફ્ટિંગ જિમમાં મોટા ભાગે તેમને જ ઇન્જરી વધુ થતી હોય છે જેમણે નવું-નવું જિમ શરૂ કર્યું હોય.

Loading...