Abtak Media Google News

સરકારી યોજનાઓમાં લોકોના વિશ્વાસનો અભાવ હોવાથી વધારવી પડતી અવધિ: વિવાદ સે વિશ્ર્વાસ સ્કીમ પાંચમી વખત લંબાવાઈ

સરકારી યોજનાઓમાં લોકોને તુરંત ભરોસો બેસતો નથી. જેના કરાણે અનેક યોજનાઓ જોઈએ તેટલી સફળ રહી નથી. આવું જ ટેક્સ વિવાદો સાથે સંકળાયેલી વિવાદ સે વિશ્વાસ સ્કીમમાં જોવા મળ્યું છે. આ સ્કીમની અવધિ પાંચમી વખત લંબાવવમાં આવી છે.સરકારે ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ વિવાદ નિરાકરણ યોજનાનો લાભ મેળવવા માટેની છેલ્લી તારીખ ૨૮ ફેબ્રુઆરીથી લંબાઈ ૩૧ માર્ચ કરી દીધી છે. સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ્સે શુક્રવારે જણાવ્યું હતું કે, ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ અધિનિયમ હેઠળ કરવેરાના વિવાદોને સમાધાન કરવા તૈયાર લોકો ૩૧ માર્ચ સુધીમાં ડિકલેરેશન દાખલ કરી શકે છે અને ૩૦ એપ્રિલ, ૨૦૨૧ સુધીમાં સમાધાન ટેક્સ શકે છે. અત્યાર સુધીમાં ૧૨૫,૧૪૪ કેસોમાં  વિવાદ સે વિશ્વાસ સ્કીમનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છેમ જે ઘણા લાંબા સમયથી બાકી રહેલા ૫૧૦,૪૯૧ કેસોના ૨૪.૫% છે.  આ કેસ અલગ અલગ કાનૂની પાસાઓમાં ગૂંચવ્યા હતા. આ યોજનાને ફેબ્રુઆરીના પ્રારંભમાં ૯૭૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સમાધાન રકમ સાથે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હોવાનો દાવો સરકારે કર્યો છે પરંતુ જેટલો જોઈએ તેટલો પ્રતિષદ મળ્યો નથી પરિણામે આ સ્કીમ માટેની સમયમર્યાદા પાંચમી વખત વધારાઇ છે. આવકવેરા વિભાગે એક ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું છે કે, સીબીડીટીએ વિવાદ સે વિશ્વાસ અધિનિયમ, વર૨૦ હેઠળ ડિકલેરેશન ભરવાની તારીખ વધારીને ૧ માર્ચ કરી દીધી છે. ઉપરાંત વધારાની ચુકવણી વગર પેમેન્ટ માટેની તારીખ ૩૦ એપ્રિલ કરાઈ છે.ભૂતકાળમાં કર વિવાદ સમાધાન યોજના, ૧૯૯૮ (કેવીએસએસ) અને ડાયરેક્ટ ટેક્સ વિવાદ નિવારણ યોજના, ૨૦૧૬ (ડીટીડીઆરએસ) જેવી યોજનાઓ કાઈ ખાસ ઉકાળી શકી નહોતી. વિવાદ સે વિશ્વાસ સ્કીમ યોજના અંતર્ગત વિવિધ અપીલ અથવા સ્પેશિયલ લીવ પિટિશન ને તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં તમામ વિવાદો ને ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પેનલ અંતર્ગત નિવારી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.