Abtak Media Google News

દિવસ પછીનો દિવસ…

અનલોકમાં તંત્ર ફરી ‘વહીવટી’ ગોઠવણ ગોઠવવામાં ૭૭ એએસઆઇથી લઈ કોન્સ્ટેબલ સુધીનાની બદલી

શહેરના જુદા જુદા પોલીસ મથક અને બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઇ થી કોન્સ્ટેબલની બદલીના ઓર્ડર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યા છે. કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા જાહેર કરાયેલા લોક ડાઉનની જેમ તંત્ર લોક ડાઉન થઇ ગયુ હતું. પોલીસ તંત્રનું કામ લોક ડાઉનના અમલ કરાવવા પુરતુ જ રહ્યું હતુ.

અનલોક થતા પોલીસના ‘વહીવટી’ ગોઠવણ ગોઠવવા માટે એએસઆઇ થી કોન્સ્ટેબલ સુધીના ૭૭ની બદલી કરવામાં આવી છે.

શહેરમાં પોલીસ મથકની સંખ્યા વધી પરંતુ પુરતા પ્રમાણમાં પોલીસની ભરતી કરવામાં આવી ન હતી અને પોલીસ હેડ કવાર્ટરના સ્ટાફને નવનિયુકત પોલીસ મથકમાં નિમણુક કરી સ્ટ્રેન્થ ઉભી કરવામાં આવી હતી આ ઉપરાત ઉચ્ચ પોલીસ અધિકારીઓને ત્યાં ઓર્ડલી તરીકે ફરજ બજાવતા પોલીસની ઉચ્ચ અધિકારી બદલી સમયે આરામના પોલીસ સ્ટાફની ટ્રાફિક સહિતની બ્રાન્ચમાં બદલીના ઓર્ડર કરતા જતા હોવાથી પોલીસ હેડ કવાર્ટરમાં મંજુર સ્ટ્રેન્થ કરાતા અડધુ સ્ટ્રેન્થ રહ્યું છે.

પોલીસ હેડ કવાર્ટરમાં કુલ ૬૫૦નું સ્ટ્રેન્થ છે તેમાંથી ૪૨૩ હાજર છે તે પૈકી મોટા ભાગના વગદાર હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ જુદી જુદી બ્રાન્ચ અને પોલીસ મથકમાં અનાર્મ્ડ પોલીસનું કામ કરી રહ્યા છે. તો કેટલાક આરામના પોલીસમેન ઉચ્ચ અધિકારીઓના ઓર્ડલી તરીકે કામ કરી રહ્યા હોવાથી પોલીસ હેડ કવાર્ટરનું મુળભૂત કામ કેદી પાર્ટીનું કરવું મુશ્કેલ બની ગયું છે.

જેલમાંથી કેદીઓને કોર્ટમાં લાવવા-લઇ જવા માટે આરામના પોલીસમેનનો પુરતો સ્ટાફ ન હોવાથી કેદીઓને જેલમાં લઇ જઇ ન શકાતા કેસની સુનાવણી વિના કારણે વિલમમાં પડે છે. નવી ભરતી થતા પોલીસ સ્ટાફને ટ્રેનિંગ સહિતની કામગીરી અને જુદી જુદી બેન્કની ગાર્ડ તરીકે પણ પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા આરામના પોલીસમેનને ફરજ બજાવવાની હોય છે. પરંતુ વગદાર આરામના પોલીસમેન પોલીસ મથક અને મહત્વની બ્રાન્ચમાં ગોઠવણ કરી લેતા હોવાથી પોલીસ હેડ કવાર્ટરમાં જ‚રી સ્ટેન્થના અભાવે હેડ કવાર્ટરની મુળભૂત કામગીરી સાઇડ લાઇન જેવી થઇ ગઇ હોવાની ફરિયાદ ઉઠી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોલીસ હેડ કવાર્ટરની કામગીરી સરળ બનાવવા માટે શહેરના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા ૩૮ જેટલા એએસઆઇથી કોન્સ્ટેબલ સહિતના સ્ટાફને પુન: હેડ કવાર્ટર ખાતે નિમણુંક આપી છે. આ ઉપરાંત એક જ જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસ સ્ટાફની પણ બદલી કરવામાં આવી છે. કુલ ૭૭ એએસઆઇથી કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. ટૂંક સમયમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્પેશ્યલ બ્રાન્ચ, પાસપોર્ટ જેવી બ્રાન્ચમાં ફરજ બજાવતા આરામના પોલીસ સ્ટાફને પુન: પોલીસ હેડ કવાર્ટર ખાતે મુકવામાં આવશે તેવા નિર્દેશ મળી રહ્યા છે.

રાજયમાં ૫૮ પોલીસ ઇન્સ્પેકટરની બદલી

લોક ડાઉનની મહત્વની કામગીરી કરવામાં વ્યસ્ત પોલીસ તંત્ર અનલોક જાહેર થતા એક જ જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતા ૫૮ જેટલા પોલીસ ઇન્સ્પેકટરની અસર પરસ બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ સીઆઇડી આઇબીમાં ફરજ બજાવતા આર.આર.સોલંકીને એન્ટી કરપ્શન બ્યુરો અમદાવાદ ખાતે અને પોરબંદર કમલા બાગ ખાતે ફરજ બજાવતા એમ.એમ.જાડેજા અને અમદાવાદ ફરજ બજાવતા આર.બી.દેસાઇને રાજકોટ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.