Abtak Media Google News

આઝાદીના સાત દાયકા બાદ પણ લોકોએ બોટનો સહારો લેવો પડે છે

આઝાદીના સાત દાયકા બાદ પણ રાજુલાના ચાંચ બંદરના લોકોને બોટ નો સહારો લેવો પડે છે.વિકાસની ગાથા વચ્ચે રાજુલાના ચાંચ બંદરે જવા માટે આજે પણ બોટનો ઉપયોગ કરી લોકો ચાંચ બંદરેથી વિકટ બંદરે આવે છે.વિકટરથી ચાંચ બંદર વચ્ચે ૫૦૦ મિટર ખાડી પાર કરતા બોટમાં પાંચ મિનિટ નો સમય લાગે છે.

જ્યારે રોડ માર્ગે વિકટરથી ચાંચ બંદર ૩૦કિલોમીટર થાય છે.આ ખાડી વચ્ચે પુલ બનાવવામાં તો લોકોને પડતી હાલાકીઓ દૂર થાય.રાત્રીના સમયે મહિલાઓને ડિલિવરીના કારણે અનેક વખત મુશ્કેલીઓ થાય છે.આ ખાડી ઉપર પુલ બનાવવામાં આવે તો લોકોને ઘણી રાહત થાય અને કિંમતી સમય પણ બચે.લોકોની માંગ છે અહીં પુલ બનાવવામાં આવે.

અમરેલી ના છેવાડા ના ગામ ચાંચ જવા લોકો ને આજ પણ બોટ નો ઉપયોગ કરવો પડી રહ્યો છે અહી આઝાદી ના સાત દાયકા બાદ પણ લોકો ને પરિવહન માટે બોટ હોડી  નો ઉપયોગ કરવો ફરજીયાત છે અહી વિકટર બંદર થી ચાંચ જવા માત્ર ૫૦૦ મીટર ખાડી પાર કરવી પડે અને જો રોડ માર્ગ દ્વારા જવું હોય તો ૩૦ કિમી દુર થઇ પડે ત્યારે સ્થાનિક લોકોની વર્ષો જૂની માંગ છે કે અહી જો ૫૦૦ મીટર ખાડી પર પુલ બાંધવામાં આવે તો લોકોને આવન જાવન સરળ બને અને લોકો ને ચેક ૨૫ કિમી દુર નો ધકો પણ તળે ત્યારે હાલ તો લોકો ૨૫ કિમી દુર જવાને બદલે પોતાના વાહન સહિત વિકટરથી ચાંચ બોટ માં માં જ ચડાવી આવન જાવન કરે છે.

આ બોટ કે હોડી ની આવન જાવન દિવસે જ ચાલુ હોય છે અને રાત્રે તે બોટ  કે હોડી બંધ રહે છે જેથી લોકો ને ઈમરજન્સી માં ખાસી તકલીફ પડે છે અને છેક હાઇવે પર પહોચતા ૩૦ કિમી દુર ફરવા જવું પડે છે અહી ખાડીથી નેશનલ હાઈવે ૮ઈ લેશ માત્ર દુર છે પરંતુ રોડ માર્ગે ૩૦ કિમી નો ખેરા પટવા સમઢિયાળા દાતરડી ગામનો  ફેરો લગાવો પડે અને બાદ  હાઇવે આવે વળી અહી ત્રણ તરફ દરિયો છે અને આ વિસ્તાર માં ક્યારે પણ કોઈ બસ એસટી ની આવી નથી.

આથી લોકો ને ખાડી પર પુલ બંધાય તો અહી ભરપુર સવલતો ઉભી થઇ શકે તેમ છે.રાજુલા તાલુકા ના ધારાસભ્ય અમરીશ ડેર જણાવે છે કે, વિક્ટર બંદરથી ચાંચ બંદર વચ્ચે ૫૦૦ મીટર નો પુલ બનાવવવામાં આવે અહીંના લોકોને ઘણો ફાયદો થશે અને લોકોનો કિંમતી સમય પણ બચશે.જોવાનું એ રહ્યું કે તંત્રને સ્થાનિકોએ અનેક વખત રજુઆત કરી છે પરંતુ તંત્ર ગાઢ નિંદ્રામાંથી ક્યારે જાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.