Abtak Media Google News

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાંચન પરબમાં વસંત ગઢવીએ સ્વામી આનંદ લિખિત ‘ધરતીની આરતી’ની ભાવયાત્રા કરાવી

સામાજિક ઉત્તરદાયિત્વ સાથે સતત કાર્યો કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાંચન પરબમાં રાજકોટનાં પૂર્વ કલેકટર – કોલમીસ્ટ – આઇએએસ વસંત ગઢવીએ સ્વામી આનંદ લિખિત ‘ધરતીની આરતી’ની ભાવયાત્રા બેંકની રાજકોટ ખાતેની હેડ ઓફિસ ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’માં રજુ કરી હતી.

વસંત ગઢવીએ રજુ કરેલ વક્તવ્યની એક ઝલક, ‘સ્વામી આનંદનાં સાહિત્યે વૈશ્ર્વિક અસર છોડી છે. તેઓ મહાત્મા ગાંધીના વિચારોને અનુસર્યા છે. આટલું જ નહિ તેઓ ગાંધી બ્રાન્ડ લેખક ઉપરાંત તેમના પાત્રો પણ ગાંધી બ્રાન્ડ છે. તેમાં ચરિત્ર નિબંધો છે. કાલ્પનિક પાત્રો નહિ પરંતુ વાસ્તવિક પાત્રો છે. સ્વામી આનંદે પાત્રોની હારમાળા આપી છે. તેમાં ગુજરાતી ગદ્યની ઉત્કૃષ્ઠ શૈલીના દર્શન થય છે. મહાદેવભાઇ દેસાઇ વિશે પણ તેમણે લખ્યું છે. કોઇની પાસેી કામ લેવાનું ગાંધીજી પાસેી શીખવા જેવું છે. માણસની કસોટી ચરમસીમાએ થય ત્યારે તેનામાં દૈવત્વ પ્રગટ થય છે.’

આ વાંચન પરબમાં નલિનભાઇ વસા, જીવણભાઇ પટેલ , જ્યોતીન્દ્રભાઇ મહેતા, અર્જુનભાઇ શિંગાળા, જીમ્મીભાઇ દક્ષીણી, દિપકભાઇ મકવાણા, રાજશ્રીબેન જાની ,કિર્તીદાબેન જાદવ, વિવિધ શાખા વિકાસ સમિતિનાં ક્ધવીનર, સહ-ક્ધવીનર, સદસ્યો, ડેલીગેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જ્યોતીન્દ્રભાઇ મહેતાએ વસંત ગઢવીનું પુસ્તક-ખાદીનો ‚માલ ભેટ આપી સન્માન ર્ક્યું હતું. કાર્યક્રમનું સરળ-સફળ અને મનનીય સંચાલન કવયિત્રી સીએ. સ્નેહલ તન્નાએ ર્ક્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.