કોરોનાના ભોરિંગને નાથતી સચોટ રસી ક્યારે?? મોદીભ્રમણ દિશા અને દશા નક્કી કરશે

રસીની “રસ્સાખેંચ” !!!

મોદીનું “મિશન વેક્સિન: અમદાવાદની ઝાયડસ કેડિલાની રસી ઝાયકોવ-ડીનું નિરીક્ષણ કરી વૈજ્ઞાનિકો સાથે કરી ચર્ચા

અમદાવાદ બાદ પૂણેની સિરમ ઈન્સ્ટીટ્યુટ અને હૈદરાબાદની ભારત બાયોટેકની મુલાકાત લઈ રસીની પરિસ્થિતિનો તાગ મેળવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે. વિશ્ર્વને કોરોના મુકત કરવા આંતરરાષ્ટ્રીય સંગઠનોની સાથે વિશ્વના તમામ દેશોની સરકારો મથામણ કરી રહી છે. કોરોનાની ‘સચોટ’ રસીની શોધ માટે વૈજ્ઞાનિકો ઉંધેકાંધ થયા છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં રસીકરણને લઈ હોડ જામી છે. તેમાં પણ ખાસ આપણા દેશ ભારતની વાત કરીએ, તો કોરોના સંક્રમણને રોકવામાં અન્ય દેશોની સરખામણીએ ભારતનું પ્રદર્શન સારૂ તો રહ્યુંં છે. પણ રસીકરણને લઈ ઉણુ ઉતર્યું હોય તેમ અન્ય દેશ પર આધાર રાખવો અનિવાર્ય બન્યું છે.જેની પાછળ મુખ્ય કારણ શોધખોળ, પેટન્ટમાં રહેલી કચાસ ગણી શકાય. જોકે, ભારતીય ફાર્મા કંપનીઓએ વિદેશી કંપનીઓ સાથે મળી કોરોના રસી નિર્માણનું બીડુ ઝડપી મહત્વની પ્રગતિ દાખવી છે.પરંતુ રસીની ૧૦૦ ટકા વિશ્ર્વસનીયતાનો અભાવ, વ્યવસ્થાપન અને કોલ્ડચેઈન, પ્રાધાન્યતા, રસીનાં ભાવ વગેરેને લઈ અનેકો પ્રશ્ર્નો ઉભા થયા છે. આ પડકારોને ઝીલી નાનાથી માંડી મસમોટા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી દરેક જરૂરિયાતમંદ સુધી રસી પહોચાડી તેને અસરકારી બનાવવી જરૂરી છે. જે તરફ મોદી સરકારે કમરકસી છે. અને આ પરીબળોને ધ્યાને રાખી પીએમ મોદીએ ‘મીશન વેકિશન’ હાથ ધર્યું હોય, તેમ આજે અમદાવાદ, પૂર્ણ અને હૈદરાબાદની ફાર્મા કંપનીઓની મુલાકાત લીધી છે. અમદાવાદની ઝાયડસ કેડિલા ફાર્માની મુલાકાત લઈ ઝાયકોવ-ડીરસીનું નીરીક્ષણ કયુર્ં હતુ અને વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી વેકિસનેશનને લઈ મહત્વનાં સૂચનો કર્યા હતા.

અમદાવાદની ઝાયડસ કેડિલા ફાર્માના બાયોટેક પાર્કની મુલાકાત લઈ પૂણેની સિરમ ઈન્સ્ટિટયુટની મુલાકાત લીધી હતી. જયાં ઓકસફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેક સાથે મળી બનાવાયેલી રસીની માહિતી મેળવી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડીઝ લેબોરેયરીની મુલાકાતે પહોચ્યા હતા. અને ત્યાં રશિયા સાથેના સંયુકત પ્રયાસથી વિકસાવાયેલી પ્રથમ સ્વદેશી રસી કોવેકિસનનું નિરીક્ષણ કરી સંશોધકો સાથે ગહન ચર્ચા કરી હતી. મોદીનાં આ મિશન વેકિશનથી કહી શકાય છે, મોદી ભ્રમણ જ ભારતમાં રસીકરણની દિશા અને દશા નકકી કરશે.

કોરોનાની રસી ક્ષેત્રે ભારતની સ્થિતિની વાત, કરીએ, તો દેશમાં રસીની ‘રસ્તા ખેંચ’ જામી છે. કોરોનાના ભોરિંગને નાથવાની ‘સચોટ’રસી કયારે આવશે?? તે એક મોટો પ્રશ્ર્ન છે. ભારતમાં અલગ અલગ ૩૦ પ્રકારની રસીઓ તો ઉપલબ્ધ છે જ પણ તેમાંથી ‘સચોટ’ રસી કઈ ?? લોકોને અપાયા બાદ તેની આડ અસર ઉભી થવાની શંકાને લઈ વિશ્ર્વસનીયતાનો અભાવ છે.તો બીજી બાજુ રસીને કયારે કેવીરીતે, કેટલા સમયે, કેટલા ડોઝ આપવા તે બધા પ્રશ્ર્નોને લઈ મુંઝવણ છે. કારણ કે કોરોના વાયરસની બદલાતી જતી તાસિરથી આ નકકી કરવું વૈજ્ઞાનિકો માટે પણ કોઈ પડકારથી કમ નથી.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તો રસીને લઈ ભારે હોડ જામી છે. ‘ગીધડાઓ ડ્રાઉ ડ્રાઉ’ કરે તેમ આંતરરાષ્ટ્રીય બજારમા રસીને લઈ ડ્રાઉ ડ્રાઉ થઈ રહ્યું છે. અમેરિકા, રશિયા જેવા વિકસિત દેશો રસી વિકસાવી તેની વહેચણી માટે નાના દેશો સહિત વિકાસશીલ દેશોમાં પગદંડો જમાવી રહ્યા છે. તેમાં પણ વસ્તી અને બજારની દ્રષ્ટીએ વેગવંતા એવા ભારત દેશ પર તમામની નજર છે. કારણ કે અહી રસીની જરૂરીયાત મોટાપાયે જરૂરીયાત છે.

દુધનો દાઝેલો છાશ ફુંકી ફુંકીને પીવે!!

કોરોનાને નાથતી રસી વિકસાવવા ભારત સહિત સમગ્ર વિશ્ર્વના સંશોધકો મથામણ કરી રહ્યાં છે. અલગ અલગ ઘણી પ્રકારની રસીઓ મોટા જથ્થામાં ઉપલબ્ધ પણ થઇ ગઇ છે. અહેવાલ અનુસાર ભારતની સિરમ ઇન્સ્ટીટયુટે વિશ્ર્વની ૮૦ ટકા રસી વિકસાવી લીધી છે. પરંતુ આ રસીની ‘સૃચોટતા’ કેટલો ?? કોરોનાગ્રસ્તોને રસી અપાયા બાદ તેની કોઇ આડઅસર ઉભી નહિં થાય તેની કોઇ ગેરંટી ખરી?? આ જ પડકારોને ઝીલી ૧૦૦ ટકા વિશ્ર્વસનીયતા વાળી રસી નાગરીકો માટે ઉભી થાય છે. માટે મોદી સરકાર કવાયત કરી રહી છે. તાજેતરમાં પી.એમ. મોદીએ આ અંગે સ્પષ્ટતા પણ કરી હતી કે રસી કયારે આવશે તે આપણા હાથમાં નથી પણ રસીથી કોઇ આડઅસર ઉભી ન થાય તે ઘ્યાન રાખવું સરકારની પ્રાથમિકતા છે. કોરોનાને લઇ ઘણા પડકારો ઉદભવ્યા અને તેને ઝીલવામાં સરકારે થાપ પણ ખાધેલી ત્યારે હવે, રસીને લઇ કોઇ પ્રશ્ર્નો ન ઉભા થાય તે માટે

સરકાર દુધનો દાઝયો છાશ ફુંકી ફુંકીને પીવી તેમ કામ કરી રહી છે. કોરોના દર્દીઓ માટે રાજકોટની જયોતિ એન્ડ સી. દ્વારા સ્વદેશી વેન્ટીલેટર વિકસાવવામાં આવ્યા હતા. જેને ‘ધમણ’ નામ આપવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં આ વોન્ટિલેટર નિષ્ફળ રહેતા રાજય સરકારે ઘણા પડકાર અને વિરોધનો સામનો કરવો પડયો હતો. આવી સ્થિતિ ફરી ઉત્પન્ન ન થાય તે માટે રાજય સરકાર પણ ફુંકી ફુંકીને સાવચેતીના પગલા લઇ રહી છે.

 

હૈદરાબાદમાં ભારત બાયોટેકના વૈજ્ઞાનિકો સાથે વડાપ્રધાન મોદીની ચર્ચા 

રસીના પરીક્ષણને લઇ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા વડાપ્રધાન મોદી : 

રસીની મંજુરી મેળવી ‘નફો રળવા’ કંપનીઓ વચ્ચે હોડ

કોરોના રસી વિકસાવવાથી માંડી તેના વ્યવસ્થાપન અને લોકો સુધી પહોચાડવાની આખી ચેઇનને લઇ નિર્માતા કંપનીઓ વચ્ચે ભારે હોડ જામી છે. દરેક ફાર્મા કંપનીઓ પોતાની રસીને જલદીથી મંજુરી મળી જાય તે માટે ઝઝુંમી રહી છે.

રસીની મંજુરી માટે દરેક કંપનીઓ પરીક્ષણને અંતિમ તબકકાનું પરીક્ષણ ગણાવી રહી છે. અને લાયસન્સ મેળવી ‘નફલ રળવા’ પ્લાનીંગ ઘડી રહી હોય તેમ હરિફાઇ ઉભી થઇ છે તો બીજી બાજુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ આને લઇ હોડ જામી છે. ‘ગીધડાઓના ડ્રાઉ ડ્રાઉ’ની જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં ફાર્મા કંપનીઓ રસીની મંજુરીને લઇ ઝઝુમી રહીછે. જો કે, આ હોડ વચ્ચે નાગરીકોનું હિત જોખમમાં ન મૂકાય તે માટે મોદી સરકાર પગલાઓ હાથ ધરી રહી છે.

હૈદરાબાદ બાદ વડાપ્રધાન નરેન્દ્રમોદી પહોંચ્યા પુણે 

પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈ રસીની માહિતી મેળવી

Loading...