Abtak Media Google News

આજે શહીદ દિને ભગતસિંહ, સુખદેવ અને રાજગુ‚ને શ્રધ્ધાંજલી આપવા અને કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા ભાજપના રાજયસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારની પત્રકારો સો ખાસ વાતચીત

આગામી ૬ઠ્ઠી એપ્રિલે ભાજપનો સપના દિવસ ઐતિહાસીક રીતે ઉજવાશેકાર્યકર્તા સંમેલન, સમરસતા ટીફીન બેઠક, ઘર-ઘર સંપર્ક સહિતના કાર્યક્રમો થશ

આજે શહિદ દિને ભાજપ યુવા મોરચા આયોજીત ખાસ કાર્યક્રમમાં શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુ‚ને શ્રધ્ધાંજલી આપવા આવેલા ભાજપના રાજયસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારે વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી ગમે ત્યારે જાહેર ાય ભારતીય જનતા પાર્ટી હંમેશા તૈયાર હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આજે શહિદ દિને ભાજપના યુવા મોરચા આયોજીત શહિદ કૂચમાં હાજરી આપવા આવેલા રાજયસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારે શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલી આપવાની સાથે યુવાનોને આ શહિદોમાંથી પ્રેરણા લેવાની શીખ આપી હતી. શહેરમાં જગ્યાએ શહિદ દિન નિમિતે કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત રાજકોટ સિવાય અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, મહેસાણા અને નવસારીમાં પણ શહીદ કુચ યોજાઈ હતી.

શહિદ કુચમાં હાજરી આપવા આવેલા ભરતસિંહ પરમારે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આગામી ૬ એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે ભાજપ દ્વારા સ્થાપના દિનની ભવ્યાતીભવ્ય અને ઐતિહાસિક ઉજવણી કરવામાં આવશે. તાજેતરમાં ઉતરપ્રદેશમાં ભાજપની સરકારના આ કલ્પનીય વિજયના પણ સ્થાપના દિવસ નિમિતે વધામણા કરાશે. જયારે બીજીબાજુ ભારતીય જનતા પાર્ટીને વિશ્ર્વની સૌથી મોટી પાર્ટી હોવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. આ શુભ પ્રસંગની પણ ઉજવણી કરાશે.

ભાજપના સ્થાપના દિન નિમિતે દરેક બુથમાં જુદા-જુદા કાર્યક્રમો યોજાશે. કાર્યકર્તાઓના વિશાળ સંમેલનો યોજાશે. તા.૬ થી ૧૪ એપ્રિલ દરમિયાન સમરસતા ટીફીન બેઠક યોજાશે. જેમાં કાર્યકર્તાઓ ભાજપના આગેવાનો સાથે બેસીને જમશે. તેમજ પાર્ટીની વિચારધારા અને સૌનો સાથ સૌનો વિકાસના સુત્રને ઘરે-ઘરે જઈ સ્ટીકર લગાવવામાં આવશે.

૬ એપ્રિલે ભાજપના સ્થાપનાદિન ઉપરાંત ૧૪મી એપ્રિલે ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ હોય. તા.૬ થી ૧૪ દરમિયાન દરરોજ જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવશે અને સામાજીક સમરસતાને આગળ ધપાવવા પ્રયત્ન કરાશે. આગામી વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણી અંગે ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે ચુંટણી ગમે ત્યારે જાહેર થાય ભાજપ હંમેશા તૈયાર છે. ગુજરાતની જનતા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયો અને તેમની સરકારથી વાકેફ છે. લોકોએ નોટબંધીના નિર્ણયને પણ આવકાર્યો છે. જેનું પરીણામ ઉતરપ્રદેશની ચુંટણીમાં પણ જોવા મળ્યું હતું.

આગામી વિધાનસભાની ચુંટણીમાં હાર્દિક પટેલ ફેકટર નહીં નડે તેવું પણ તેમને જણાવ્યું હતું અને કારણ આપતા તેઓએ કહ્યું હતું કે, ભાજપ તમામ સમાજને અને તમામ વર્ગના લોકોને સાથે રાખીને ચાલી રહી છે. જેનો લાભ વિધાનસભાની ચુંટણીમાં પણ મળશે. પત્રકાર પરિષદમાં ભરતસિંહ પરમાર સાથે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.